ઈન્ટરનેશનલ ક્રિકેટમાં કેટલા પ્રકારના બોલનો થાય છે ઉપયોગ?
ઈન્ટરનેશનલ ક્રિકેટમાં ત્રણ પ્રકારના બોલનો ઉપયોગ થાય છે - રેડ, વ્હાઈટ અને પિંક.
રેડ બોલ ક્રિકેટનો સૌથી જૂનો અને પરંપરાગત બોલ છે અને તેનો ટેસ્ટ મેચોમાં ઉપયોગ થાય છે.
ડ્યુક્સ કંપનીના રેડ બોલનો ઉપયોગ ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝમાં થાય છે.
કુકાબુરા કંપનીના રેડ બોલનો ઉપયોગ ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ વગેરે દેશોમાં થાય છે.
જ્યારે ભારતમાં ટેસ્ટ મેચો માટે SG કંપનીના રેડ બોલનો ઉપયોગ થાય છે.
ODI અને T20 મેચોમાં વ્હાઈટ બોલનો ઉપયોગ થાય છે.
વ્હાઈટ બોલ શરૂઆતની ઓવરોમાં વધુ સ્વિંગ કરે છે.
2012થી, વ્હાઈટ બોલ માટે દરેક એન્ડથી બે બોલનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.
પિંક બોલનો ઉપયોગ ડે-નાઈટ ટેસ્ટ મેચોમાં થાય છે.
ભારતે 2019માં પ્રથમ વખત પિંક બોલનો ઉપયોગ કર્યો હતો.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર