IPLમાં છેલ્લી 16 સીઝનમાં આવું માત્ર 5 વખત બન્યું છે જ્યારે ટેબલમાં ટોપ પર રહેલી ટીમે ટાઈટલ જીત્યું હોય.
IPLની પ્રથમ સિઝનમાં રાજસ્થાન રોયલ્સે સૌથી પહેલા આ સિદ્ધિ મેળવી હતી. ટીમ પોઈન્ટ્સ ટેબલમાં ટોચ પર હતી અને તેણે ટાઈટલ જીત્યું હતું.
IPL 2017માં 14માંથી 10 મેચ જીતીને મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટેબલ ટોપર રહી હતી અને ટાઈટલ પણ જીત્યું હતું.
IPL 2019માં પણ મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ટોપ પર રહી અને ટાઈટલ જીતી હતી. MI 14માંથી 9 મેચ જીતી હતી.
IPL 2020માં પણ મુંબઈનો દબદબો જોવા મળ્યો હતો. આ સિઝનમાં પણ ટીમે 14માંથી 9 મેચ જીતી અને ટેબલ ટોપર રહીને ટાઈટલ જીત્યું હતું.
હાર્દિક પંડ્યાની આગેવાની હેઠળની ગુજરાત ટાઇટન્સે 2022માં આ સિદ્ધિ મેળવી હતી. આ ટીમે ટેબલમાં ટોચ પર રહીને ટાઈટલ જીત્યું હતું.
IPL 2024માં KKRની ટીમ ટેબલ ટોપર છે. આ સિઝન KKRની ટીમ 13માંથી 9 મેચ જીતી છે ટીમની 1 મેચ વરસાદના કારણે રદ થઈ હતી.
IPL 2024માં 3 ટીમો ક્વોલિફાય થઈ છે. જેમાં KKR, રાજસ્થાન અને હૈદરાબાદનો સમાવેશ થાય છે.
આજે RCB અને CSK વચ્ચે મેચ રમાશે. આ મેચ બંને ટીમ માટે નિર્ણાયક રહેશે. જો CSK જીતશે તો તે પ્લેઓફ માટે ક્વોલીફાય કરશે. જ્યારે RCBને પ્લેઓફમાં પહોંચવા માટે મોટા માર્જીનથી જીતવું પડશે.