T20 વર્લ્ડ કપની પહેલી મેચમાં ટીમ ઈન્ડિયા કેટલી વખત જીતી, જુઓ યાદી

T20 વર્લ્ડ કપ 2007માં ભારતની પ્રથમ મેચ અનિર્ણિત રહી હતી. આ મેચ ડરબનમાં ભારત અને સ્કોટલેન્ડ વચ્ચે હતી.

T20 વર્લ્ડ કપની બીજી સિઝનમાં ભારતે બાંગ્લાદેશ સામે પ્રથમ મેચમાં રમી હતી. જેમાં ટીમ ઈન્ડિયાએ 25 રનથી જીત મેળવી હતી.

2010 T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ અફઘાનિસ્તાનને 7 વિકેટે હરાવ્યું હતું.

2012માં પણ ભારતની પ્રથમ મેચ અફઘાનિસ્તાન સામે હતી. ટીમ ઈન્ડિયાએ આ મેચમાં 23 રનથી શાનદાર જીત નોંધાવી હતી.

2014 T20 વર્લ્ડ કપની પ્રથમ મેચમાં ભારતે પાકિસ્તાનને હાઈ વોલ્ટેજ મેચમાં 7 વિકેટથી હરાવ્યું હતું.

આ પહેલી સિઝન હતી જ્યારે ટીમ ઈન્ડિયાને ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યુઝીલેન્ડે ભારતને 47 રને પરાજય આપ્યો હતો.

પાકિસ્તાને T20 વર્લ્ડ કપ 2021માં પોતાનો બદલો લીધો હતો. ટીમ ઈન્ડિયાએ ટૂર્નામેન્ટની પ્રથમ મેચમાં 10 વિકેટથી કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

T20 વર્લ્ડ કપ 2022ની પ્રથમ મેચમાં ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને રોમાંચક મેચમાં હરાવ્યું હતું.

T20 વર્લ્ડ કપ 2024માં ભારતની પ્રથમ મેચ આયર્લેન્ડ સામે છે. અહીં પણ ટીમ ઈન્ડિયાનો દબદબો જોવા મળી રહ્યો છે.