ભારતમાં સ્માર્ટફોનનું બજાર ઝડપથી વધી રહ્યું છે અને તેમાં iPhoneનું એક મહત્ત્વપૂર્ણ સ્થાન છે.

એપ્પલે 9 સપ્ટેમ્બર 2024માં ભારત સહિત ગ્લોબલ માર્કેટમાં આઇફોનની નવી સિરીઝ iPhone 16 સિરીઝને લોન્ચ કરી છે. કંપનીએ આ સિરીઝમાં 4 નવા આઇફોન લોન્ચ કર્યા છે.

ભારતમાં સપ્ટેમ્બર 2024 સુધી 10 મિલિયન (1 કરોડ) લોકો આઇફોનનો ઉપયોગ કરે છે. આ સંખ્યા કેટલાક વર્ષમાં ઝડપથી વધી છે.

ભારતમાં સૌથી વધુ વેચાનારા આઇફોન મોડલ્સમાં iPhone 13,Iphone 14 અને ગત વર્ષે લૉન્ચ થનાર iPhone 15 સામેલ છે.

Appleએ આઇફોનના વેચાણમાં એક અબજ (100 કરોડ)નો આંકડો પાર કર્યો છે. 7 અબજથી વધુની વસ્તી ધરાવતા વિશ્વમાં દર સાતમા વ્યક્તિ પાસે આઇફોન છે.