ઇરાનના તેહરાનમાં હમાસના વડા હાનિયાને ઠાર મારવામાં આવ્યો છે. આ હત્યા પાછળ ઇઝરાયેલની જાસુસી એજન્સી મોસાદનું નામ લેવામાં આવે છે.

મોસાદની સ્થાપના ઇઝરાયેલમાં 13 ડિસેમ્બર 1949માં કરવામાં આવી હતી. ઇઝરાયેલી સરકારે મોસાદની રચના આતંકવાદ સામે લડવા માટે કરી હતી. બાદમાં 1951માં મોસાદને ઇઝરાયલના વડાપ્રધાન કાર્યાલયની આધીન કરવામાં આવ્યું હતું.

મોસાદ વિશ્વની બીજી સૌથી મોટી જાસુસી એજન્સી છે. મોસાદની અંદર સાત હજાર કરતા વધુ લોકો કામ કરે છે.

મોસાદ પોતાનું નિશાન ક્યારેય ચુકતી નથી. પોતાનું મિશન પૂર્ણ કર્યા પહેલા મોસાદના એજન્ટ પોતાના ટાર્ગેટને લઇને પુરી રિસર્ચ કરે છે.

મોસાદ વિશ્વની તમામ ગુપ્તચર એજન્સીઓની જેમ કામગીરી કરવા માટે ઘણીવાર ખોટા IDનો ઉપયોગ કરે છે. તેના એજન્ટો ખાસ નેટવર્ક દ્વારા જોડાયેલા છે.

મોસાદે પોતાના સીક્રેટ ઓપરેશન માટે વડાપ્રધાનની પરવાનગી લેવી પડે છે.

મોસાદ વિદેશમાં પોતાના ઓપરેશન્સ માટે સ્થાનિક બાતમીદારોની ભરતી કરે છે