હાઇબ્રિડ શાકભાજી એટલે શું?
હાઇબ્રિડ શાકભાજી બે અલગ-અલગ પ્રજાતિના છોડ વચ્ચે પરાગનયન કરાવીને તૈયાર કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે તેમનો સ્વાદ દેશી શાકભાજી કરતાં ઓછો હોય છે.
સોર્સ : GSTV
કેવી રીતે કરશો ઓળખ?
માર્કેટમાં કાકડીથી લઈને ટામેટાં સુધી ઘણી હાઇબ્રિડ શાકભાજી આવે છે. તમે તેમના રંગ અને છાલ પરથી દેશી અને હાઇબ્રિડ શાકભાજીની ઓળખ કરી શકો છો.
સોર્સ : GSTV
ટામેટાં
દેશી ટામેટાંનો આકાર એકસરખો ગોળ હોતો નથી. તેની છાલ પાતળી હોય છે અને અંદરનો ગૂદો (માવો) ખૂબ જ સોફ્ટ (નરમ) હોય છે. જ્યારે હાઇબ્રિડ ટામેટાં કાં તો લંબગોળ હોય છે અથવા તો એકદમ ગોળ અને લીસા હોય છે. તેમની છાલ અને ગૂદો બંને જાડા હોય છે.
સોર્સ : GSTV
કાકડી
દેશી કાકડીમાં હળવો પીળાશ પડતો રંગ જોવા મળે છે. તેની સાઈઝ થોડી નાની અને હળવી વળેલી હોય છે. હાઇબ્રિડ કાકડીબજારમાં ખૂબ વધારે વેચાય છે. તે એકદમ ચમકતી લીલી હોય છે અને તેની છાલ પણ થોડી જાડી હોય છે.
સોર્સ : GSTV
ગાજર
દેશી ગાજર ઘેરા રંગના અને રસદારહોય છે. તે ખાસ કરીને શિયાળાની ઋતુમાં જ આવે છે. જ્યારે આછા નારંગીરંગના ગાજર જે વધારે ક્રિસ્પી હોય છે અને દરેક ઋતુમાં મળી રહે છે, તે હાઇબ્રિડ નથી પરંતુ ગાજરની એક બીજી જાત છે.
સોર્સ : GSTV
લીલા ધાણા (કોથમીર)
દેશી ધાણાના પાન નાના હોય છે અને તેમાંથી ખૂબ જ તીવ્ર સુગંધ આવે છે. બજારમાં હવે મોટા અને પહોળા પાનવાળા, આછા લીલા રંગના ધાણા પણ મળે છે, જેમાં સુગંધ ખૂબ જ ઓછી હોય છે.