નેપાળની રાજકુમારી કેવી રીતે બન્યા ગ્વાલિયરના રાજમાતા?
જ્યોતિરાદિત્ય સિંધિયાની માતા માધવી રાજે લગ્ન પહેલા નેપાળની રાજકુમારી કિરણ રાજ્યલક્ષ્મી દેવી હતી. ગ્વાલિયરના રાજવી પરિવારની વહુ બન્યા પછી તેનું નામ માધવી રાજે સિંધિયા રાખવામાં આવ્યું.
માધવી રાજે સિંધિયા કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાના માતા હતા. લોકો તેમને ગ્વાલિયરના રાજમાતાના નામથી પણ ઓળખતા હતા. તેમના નિધનથી ગ્વાલિયરમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.
માધવી રાજે સિંધિયાના લગ્ન વર્ષ 1966માં ગ્વાલિયર રજવાડાના છેલ્લા શાસક મહારાજા જીવાજીરાવ સિંધિયાના પુત્ર માધવરાવ સિંધિયા સાથે થયા હતા.
નેપાળની રાજકુમારીના શાહી પરિવારનો ખૂબ જ ભવ્ય ઇતિહાસ છે. લગ્ન બાદ તેનું નામ મરાઠી પરંપરા મુજબ બદલીને માધવી રાજે રાખવામાં આવ્યું હતું.
માધવીરાજે સિંધિયાના દાદા શમશેર જંગ બહાદુર રાણા નેપાળના વડાપ્રધાન હતા. તેઓ રાણા વંશના વડા પણ હતા.
માધવી રાજે સિંધિયાના પતિ, ભૂતપૂર્વ કેન્દ્રીય મંત્રી માધવરાવ સિંધિયાનું 30 ડિસેમ્બર 2001ના રોજ અવસાન થયું હતું. માધવી રાજે સિંધિયાનું 15 મે 2024ના રોજ અવસાન થયું હતું.
માધવરાવ સિંધિયાના મૃત્યુ પછી, માધવી રાજેને ગ્વાલિયરની રાજમાતા તરીકે સંબોધવા લાગ્યા.