પહેલા મિત્રતા અને પછી પ્રેમ, આવી છે ભારતીય સ્ટાર બેટ્સમેનની લવ સ્ટોરી
ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે જાન્યુઆરી 2023માં બોલિવૂડ અભિનેત્રી આથિયા શેટ્ટી સાથે લગ્ન કર્યા હતા.
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની લવ સ્ટોરી ખૂબ જ રસપ્રદ છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી વર્ષ 2019માં પહેલીવાર મળ્યા હતા.
બંનેની મુલાકાત એક કોમન ફ્રેન્ડ દ્વારા થઈ હતી.
મીડિયા અનુસાર, કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી પહેલી જ મુલાકાતમાં એકબીજાને પસંદ કરવા લાગ્યા હતા.
તેમની પ્રથમ મુલાકાત પછી ધીમે ધીમે તેમની નિકટતા વધવા લાગી અને તેઓ સારા મિત્રો બની ગયા.
બાદમાં કેએલ રાહુલ અને આથિયા શેટ્ટીની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ હતી.
બંનેએ અઢીથી ત્રણ વર્ષ સુધી એકબીજાને જાણ્યા-સમજ્યા બાદ લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો.
કેએલ રાહુલ અને આથિયા શેટ્ટી અવારનવાર સોશિયલ મીડિયા પર તેમના ફોટો શેર કરતા હોય છે.
કપલ દ્વારા શેર કરવામાં આવેલા ફોટોને ઘણા લોકો લાઈક કરે છે અને કોમેન્ટ સેક્શનમાં ઘણો પ્રેમ પણ વરસાવે છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર