હોળીને રંગોનો તહેવાર કહેવામાં આવે છે. ભારત જ નહીં પણ વિશ્વમાં કેટલાક દેશ એવા છે જ્યાં હોળીની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે.
નેપાળ ભારતનો પાડોશી દેશ છે. અહીં હોળીને 'ફાગુ' અથવા 'ફાગુ પૂર્ણિમા'ના નામે ઓળખવામાં આવે છે.
બાંગ્લાદેશમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. અહીં હોળીને 'ડોલ જાત્રા' અથવા 'બસંત ઉત્સવ'ના નામથી ઓળખવામાં આવે છે.
પાકિસ્તાનમાં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. અહીં લોકો એક બીજા પર રંગ લગાવે છે અને મીઠાઇઓ વહેંચે છે.
હિન્દ મહાસાગરમાં સ્થિત મોરેશીયસમાં પણ આ તહેવારને ધામધૂમથી મનાવવામાં આવે છે. મોરેશીયસમાં હોળીને 'ફગવા'નામથી ઓળખવામાં આવે છે.
ફિજી પ્રશાંત મહાસાગરમાં સ્થિત એક ટાપુ છે. અહીં પણ હોળીનો તહેવાર મનાવવામાં આવે છે. ફિજીમાં હોળીને 'ફગવા'અથવા 'હોળી'ના નામથી ઓળખવામાં આવે છે.
ત્રિનિદાદ અને ટોબેગોમાં પણ હોળીને 'ફગવા' નામથી ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિના પ્રભાવને કારણે આ તહેવાર લોકપ્રિય છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર