હોળી એટલે રંગોનો ઉત્સવ અને અસત્ય પર સત્યના વિજયનું પ્રતીક. આ તહેવાર ફાગણ સુદ પૂનમના દિવસે સમગ્ર ભારતમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવવામાં આવે છે.

સોર્સ : google

જો તમારે વાસ્તવિક હોળીનો અનુભવ કરવો હોય, તો કૃષ્ણની નગરી મથુરા અને વૃંદાવન કરતાં વધુ સારી જગ્યા કોઈ ન હોય. અહીં હોળી માત્ર 1-2 દિવસ જ નહીં, પરંતુ ઘણા દિવસો સુધી ચાલે છે. આ સ્થળની સૌથી ખાસ અહીંના મંદિરોમાં થતી ફૂલોની હોળી અને ગુલાલનો વરસાદ છે.

સોર્સ : google

બરસાનાની હોળી, જે વિશ્વભરમાં 'લઠ્ઠમાર હોળી' તરીકે પ્રખ્યાત છે. આ હોળી ઉજવવાની એક અનોખી અને રોમાંચક રીત છે. આ પરંપરા ભગવાન શ્રીકૃષ્ણ અને રાધાજીના પ્રેમની યાદમાં આજે પણ જીવંત રાખવામાં આવી છે.

સોર્સ : google

રાજસ્થાનની હોળીમાં તમને વાસ્તવિક શાહી રંગ જોવા મળે છે. અહીં જયપુરમાં પરંપરાગત લોકનૃત્યો અને સ્વાદિષ્ટ રાજસ્થાની પકવાન સાથે હોળીનો જશ્ન મનાવવામાં આવે છે. ઉદયપુરમાં મેવાડનો રાજપરિવાર ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરે છે.

સોર્સ : google

પશ્ચિમ બંગાળના શાંતિનિકેતનમાં હોળીને વસંત ઉત્સવ તરીકે ઉજવવામાં આવે છે, જેની શરૂઆત ખુદ ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે કરી હતી. અહીંનો નજારો અન્ય સ્થળો કરતા તદ્દન અલગ છે.

સોર્સ : google

જો તમે એ લોકોમાંથી છો જેમને હોળી પર મ્યૂઝિક, ડાન્સ અને પાર્ટી કરવાનું પસંદ હોય તો દિલ્હી તમારા માટે બેસ્ટ સ્થળ છે. અહીંના "હોળી મૂ" જેવા ફેસ્ટિવલ્સમાં લાઈવ મ્યૂઝિક અને નેચરલ રંગો સાથે એકદમ મોર્ડન અંદાજમાં જશ્ન મનાવવામાં આવે છે.

સોર્સ : google