50000Cr ના માલિકની પત્ની છે હીરામંડીની આલમઝેબ

સંજય લીલા ભણસાલીની વેબ સિરીઝ હીરામંડીમાં આલમઝેબની ભૂમિકા તેમની જ ભત્રીજી શર્મિન સહગલે ભજવી હતી, જો કે લોકોને તેની એક્ટિંગ વધુ પસંદ ન આવી.

શર્મિન સહગલના અંગત જીવનની વાત કરીએ તો તે પરિણીત છે. 28 વર્ષની શર્મિનના લગ્ન 2023માં અમન મહેતા સાથે થયા હતા.

શર્મિન સેહગલના પતિ અમન મહેતા એક બિઝનેસમેન છે. તે ટોરેન્ટ ગ્રુપની ટોરેન્ટ ફાર્માસ્યુટિકલ્સ કંપનીના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર છે.

ફોર્બ્સ અનુસાર, શર્મિન સહગલના પતિ અમન મહેતાના પરિવારની કુલ સંપત્તિ અંદાજે 50 હજાર કરોડ રૂપિયા છે. અમનના દાદા યુ.એન. મહેતાએ ટોરેન્ટ ગ્રુપ શરૂ કર્યું હતું.

શર્મિન સહગલના પતિ અમન મહેતાનો બિઝનેસ દુનિયાભરમાં ફેલાયેલો છે. અમન ટોરેન્ટ ગ્રુપની કેટલીક અન્ય કંપનીઓ પણ સંભાળે છે.

શર્મિન સેહગલના પતિ અમન મહેતાએ બોસ્ટન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે અમેરિકાની કોલંબિયા બિઝનેસ સ્કૂલમાંથી MBA કર્યું છે.

શર્મિન સહગલની વાત કરીએ તો તે ડિરેક્ટર સંજય લીલા ભણસાલીની ભત્રીજી છે. તેણે 'મલાલ' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું. શર્મિન 'મેરી કોમ', 'રામલીલા', 'બાજીરાવ મસ્તાની'ની આસિસ્ટન્ટ ડિરેક્ટર રહી ચૂકી છે.