અનંત અંબાણી- રાધિકા મર્ચન્ટના લગ્નમાં એક હિજાબ પહેરેલી છોકરીના ફોટા ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

રાનિયા યેહિયાએ અનંત રાધિકાના લગ્નમાં પોતાના સિંપલ લુકથી દરેકનું દિલ જીતી લીધું હતું.

રાનિયા યેહિયાની સુંદરતાના લોકો દિવાના છે. અનેક બોલીવૂડ સ્ટાર્સ સાથે ફોટો ક્લિક કરાવ્યા છે.

અંબાણી પરિવારના લગ્નમાં ખાસ હાજરી આપી હતી. તે માત્ર ઈજિપ્ત જ નહીં પરંતુ મિસ્રની બહાર પણ પોપ્યુલર થઈ છે. દેશ વિદેશમાં તેના અનેક ફેન્સ છે.

રાનિયા ઈન્ફ્લૂએન્સર હોવા સાથે પર્યટન મંત્રાલયની બ્રાન્ડ એમ્બેસેડર પણ છે. પીઆર માર્કેટિંગ સાથે ઈવેન્ટ હોસ્ટ પણ કરે છે.

તે સોશિયલ મીડિયા પર ખૂબજ પોપ્યુલર છે. દેશ વિદેશમાં તેના અનેક ફેન્સ છે. ઈંસ્ટાગ્રામ પર તેના 1.3 મિલિયન ફોલોઅર્સ છે.

રાનિયા યેહિયાએ આ લગ્નમાં આવીને બોલીવૂડની અનેક હસ્તિઓ સાથે ફોટો ક્લિક કરાવ્યા અને તેને પોતાના ઈંસ્ટાગ્રામ પર શેર કર્યા છે.

આ હિજાબી ગર્લ બીજી કોઈ નહીં પરંતુ ઈજિપ્તની પહેલી સોશિયલ મીડિયા ઈન્ફ્લૂએન્સર રાનિયા યેહિયા છે.