આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા બોલર
સોર્સ : Google
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઘણી મહિલા બોલર્સ છે, પરંતુ ફક્ત બે જ બોલર્સ ત્રણેય ફોર્મેટમાં મળીને 350થી વધુ વિકેટ લેવામાં સફળ રહી છે. રસપ્રદ વાત એ છે કે, આ બંને બોલર્સ ભારતીય છે. ચાલો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ પર એક નજર કરીએ.
સોર્સ : Google
ઈંગ્લેન્ડની કેથરિન સાયવર-બ્રન્ટ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર્સ ચોથા ક્રમે છે. કેથરિન 267 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 335 વિકેટ લીધી છે. તેણે ટેસ્ટમાં 51, ODIમાં 170 અને T20Iમાં 114 વિકેટ લીધી છે.
સોર્સ : Google
ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ ઓલરાઉન્ડર એલિસ પેરી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર મહિલા બોલર્સમાં ત્રીજા ક્રમે છે. પેરીએ 362 મેચોમાં કુલ 336 વિકેટ લીધી છે. આમાં 39 ટેસ્ટ વિકેટ, 166 ODI વિકેટ અને 131 T20I વિકેટનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
ભારતની દિગ્ગજ ફાસ્ટ બોલર ઝુલન ગોસ્વામીએ ઘણા વર્ષોથી મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો વિશ્વ રેકોર્ડ પોતાના નામે રાખ્યો હતો. ઝુલને 284 મેચોમાં 355 વિકેટ લીધી હતી. તેણે ટેસ્ટમાં 44, ODIમાં 255 અને T20Iમાં 56 વિકેટ લઈને આ સિદ્ધિ મેળવી હતી.
સોર્સ : Google
ભારતની સ્ટાર ઓલરાઉન્ડર દીપ્તિ શર્મા મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની છે. તેણે 279 મેચોમાં 356 વિકેટ લઈને ઝુલન ગોસ્વામીનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો છે.
સોર્સ : Google
તેણે T20 વર્લ્ડ કપ 2026માં ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ સિદ્ધિ મેળવી હતી. દીપ્તિએ ટેસ્ટમાં 22, ODIમાં 166 અને T20Iમાં 168 વિકેટ લીધી છે.