વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
સોર્સ : Google
વિમેન્સ T20 વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનોની યાદીમાં ન્યુઝીલેન્ડની બેટ્સમેન સુઝી બેટ્સ ટોપ પર છે. તેણે આ ટુર્નામેન્ટમાં 42 મેચોમાં 42 ઈનિંગ્સમાં 31.17ની એવરેજથી 1216 રન બનાવ્યા છે.
સોર્સ : Google
તેણે T20 વર્લ્ડ કપમાં આઠ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 94 અણનમ છે. તેમ આ બધા રન 111.05ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે.
સોર્સ : Google
વેસ્ટ ઈન્ડિઝની બેટ્સમેન સ્ટેફની ટેલર આ યાદીમાં બીજા ક્રમે છે. તેણે તેની કારકિર્દીમાં 35 T20 વર્લ્ડ કપ મેચ રમી છે, જેમાં 35 ઈનિંગ્સમાં 37.55ની એવરેજથી 1014 રન બનાવ્યા છે.
સોર્સ : Google
ટેલરે આ 35 ઈનિંગ્સમાં છ અડધી સદી ફટકારી છે, જેમાં તેનો હાઈએસ્ટ સ્કોર 59 છે. આ સમયગાળા દરમિયાન સ્ટેફની ટેલરનો સ્ટ્રાઇક રેટ 94.67 હતો.
સોર્સ : Google
ઓસ્ટ્રેલિયાની દિગ્ગજ બેટ્સમેન એલિસા હીલી સૌથી વધુ રન બનાવનાર ખેલાડીઓની આ યાદીમાં ત્રીજા ક્રમે છે. તેણે T20 વર્લ્ડ કપમાં 42 મેચ રમી છે.
સોર્સ : Google
આ સમયગાળા દરમિયાન, તેણે 39 ઈનિંગ્સમાં 28.80ની એવરેજથી 1008 રન બનાવ્યા છે. તેણે 7 અડધી સદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 83 રન છે. તેણે આ બધા રન 129.39ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે.
સોર્સ : Google
ઓસ્ટ્રેલિયાની મેગ લેનિંગ આ યાદીમાં ચોથા ક્રમે છે. તેણે T20 વર્લ્ડ કપમાં અત્યાર સુધી 35 મેચ રમી છે અને 32 ઈનિંગ્સમાં 992 રન બનાવ્યા છે.
સોર્સ : Google
લેનિંગે આ બધા રન 39.68ની એવરેજ અને 112.72ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. આ સમયગાળા દરમિયાન, તેણે એક સદી અને ચાર અડધી સદી ફટકારી છે. તેનો હાઈએસ્ટ સ્કોર 126 રન છે.
સોર્સ : Google
ન્યુઝીલેન્ડની દિગ્ગજ બેટ્સમેન સોફી ડિવાઇન આ યાદીમાં પાંચમા ક્રમે છે. T20 વર્લ્ડ કપમાં, તેણે અત્યાર સુધીમાં 38 મેચોની 37 ઈનિંગ્સમાં 26.16ની એવરેજથી 785 રન બનાવ્યા છે.
સોર્સ : Google
આ ટુર્નામેન્ટમાં તેનો હાઈએસ્ટ સ્કોર 75 અણનમ છે. ડિવાઇને આ બધા રન 111.82ના સ્ટ્રાઇક રેટથી બનાવ્યા છે. તેણે આ ટુર્નામેન્ટમાં ચાર અડધી સદી ફટકારી છે.