આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
સોર્સ : Google
વિરાટ કોહલીએ ન્યુઝીલેન્ડ સામેની પ્રથમ ODIમાં 91 બોલમાં 93 રન બનાવ્યા હતા, જેમાં 8 ચોગ્ગા અને 1 છગ્ગો ફટકાર્યો હતો. આ સાથે તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 28,000 રન પૂરા કર્યા છે.
સોર્સ : Google
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ સચિન તેંડુલકરના નામે છે. તેણે 664 આંતરરાષ્ટ્રીય મેચોમાં કુલ 34,357 રન બનાવ્યા છે, જેમાં 100 સદી અને 164 અડધી સદીનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
વિરાટ કોહલી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી બની ગયો છે. તેણે અત્યાર સુધીમાં 557 મેચોમાં કુલ 28,068 રન બનાવ્યા છે.
સોર્સ : Google
કુમાર સંગાકારા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ત્રીજા ક્રમે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. તેણે 594 મેચોમાં કુલ 28,016 રન બનાવ્યા છે, જેમાં 63 સદી અને 153 અડધી સદીનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
ઓસ્ટ્રેલિયાનો રિકી પોન્ટિંગ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં ચોથા ક્રમે છે. તેણે 560 મેચોમાં કુલ 27,483 રન બનાવ્યા છે, જેમાં 71 સદી અને 146 અડધી સદીનો સમાવેશ થાય છે.
સોર્સ : Google
શ્રીલંકાનો મહેલા જયવર્ધને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનારા ખેલાડીઓમાં પાંચમા ક્રમે છે. તેણે 652 કુલ 25,957 રન બનાવ્યા છે, જેમાં 54 સદી અને 136 અડધી સદીનો સમાવેશ થાય છે.