ગરમીને કારણે પણ થાય છે એલર્જી
હીટ વેવના કારણે શરીરમાં ઘણા એલર્જી અને ફંગલ ઈન્ફેક્શન જેવી સમસ્યાઓ વધી ગઈ છે.
આવી સીઝનમાં ગળામાં ઈન્ફેક્શનની સમસ્યા રહે છે. કારણ કે જ્યારે તડકાના કારણે શરીર ગરમ થાય છે અને તડકાથી પાછા ફરીને પાણી પીવાથી ગળામાં ઇન્ફેકશન થઈ શકે છે.
ગળામાં બેક્ટેરિયાના કારણે સ્ટ્રેપ્ટોકોકસ પ્યોજેન્સ અથવા ગ્રુપ એ સ્ટ્રેપ્ટોકોકસથી પણ ઈન્ફેક્શન લાગી શકે છે.
જે લોકોની રોગપ્રતિકારક શક્તિ ખૂબ નબળી હોય છે. તેઓને ઓરલ થ્રશ કે કેન્ડીડા જેવા ફંગલ ઈન્ફેક્શન થઈ શકે છે.
એલર્જીના કારણે ગળામાં બળતરા અને ચેપ જેવા ગંભીર લક્ષણો દેખાય છે. જેમાં વારંવાર છીંક આવવી, નાક વહેવું, આંખોમાં ખંજવાળ જેવી સમસ્યાઓ થઈ શકે છે.
ઉનાળામાં આંખોની કાળજી લેવી વધુ જરૂર બની જાય છે. આકરા સૂર્યપ્રકાશના સતત સંપર્કથી આંખોમાં બળતરા અને પાણી આવી શકે છે.
ગરમીથી બચવા માટે વધુ પ્રમાણમાં પાણી પીવું, તીખો અને તેલવાળો ખોરાક લેવાનું ટાળવું તેમજ કામ વગર 11 થી 4ના તડકામાં બહાર નીકળવાનું ટાળવું.