શિયાળામાં તાપમાન ઘટતા તમારા શરીરની રોગપ્રતિકારક શક્તિ નબળી પડે છે. આવી સ્થિતિમાં ગરમ અને હેલ્ધી ડ્રિંક્સ પીવાથી તમને માત્ર ઠંડીથી જ રાહત નહીં મળે, પરંતુ બીમારીથી પણ બચવામાં મદદ મળશે.
સોર્સ : Google
ઘણા ઘરોમાં શિયાળામાં હળદરનું દૂધ નિયમિત રીતે પીવાતું હોય છે. હળદર એન્ટી-ઈફ્લેમેટરી અને એન્ટી-વાયરલ ગુણધર્મોથી ભરપૂર હોય છે. સૂતા પહેલા તેને પીવાથી શરીર ગરમ રહે છે અને સારી ઊંઘ આવે છે.
સોર્સ : Google
શિયાળામાં આદુવાળી ચા પીવાથી શરદી, ગળામાં દુખાવો અને ઉધરસથી રાહત મળે છે. આદુવાળી ચામાં રહેલા એન્ટી-ઓકિસડન્ટ તમારી રોગપ્રતિકારક શક્તિ વધારે છે.
સોર્સ : Google
તુલસી, લવિંગ અને કાળા મરીવાળી ચા વાયરસ અને બેક્ટેરિયા સામે લડવામાં ખૂબ અસરકારક છે. તે ગળામાં દુખાવો, બંધ નાક અને શરદીથી રાહત અપાવે છે.
સોર્સ : Google
તજ તમારા શરીરનું તાપમાન વધારવામાં મદદ કરે છે. તેને હૂંફાળા પાણી અથવા દૂધ સાથે મિક્સ કરીને પીવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં અને મેટાબોલીઝમ ઝડપી કરવામાં મદદ કરે છે.
સોર્સ : Google
શિયાળામાં બદામ અને કેસરનું દૂધ પીવું અત્યંત ફાયદાકારક છે. બંને શરીરને ગરમ રાખે છે અને મગજને પોષણ આપે છે. તે બાળકો અને વૃદ્ધો માટે એક ઉત્તમ ડ્રિંક છે.
સોર્સ : Google
જો તમે વજન ઘટાડવા માંગતા હોવ તો આ ડ્રિંક યોગ્ય છે. ગરમ પાણીમાં લીંબુ અને મધ મિક્સ કરીને પીવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે, ગળામાં દુખાવો ઓછો થાય છે અને ઉર્જા જળવાઈ રહે છે.
સોર્સ : Google
ખાંડને બદલે ગોળથી બનેલી ચા શરીરની ગરમી જાળવવામાં મદદ કરે છે. ગોળ આયર્ન અને ખનિજોનો ઉત્તમ સ્ત્રોત છે અને પાચનમાં મદદ કરે છે, તે શિયાળા દરમિયાન ઉર્જા વધારે છે.
સોર્સ : Google
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. દરેક વ્યક્તિની જરૂરિયાતો અલગ-અલગ હોય છે. કોઈપણ વસ્તુનું સેવન કરતા પહેલા ડોક્ટરની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.