હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચ નહીં રમી શકે. જોકે,તે પછી મુંબઇની કેપ્ટન્સી કરતો જોવા મળશે.
હાર્દિક પંડ્યા પર IPL 2025ની શરૂઆતની મેચમાં પ્રતિબંધ મુકવામાં આવ્યો છે, એવામાં સૂર્યકુમાર યાદવ કેપ્ટન્સી કરતો જોવા મળી શકે છે.
IPL 2024માં મુંબઇની કેપ્ટન્સી કરતા અંતિમ મેચમાં ત્રીજી વખત હાર્દિક પંડ્યાને સ્લોઓવર રેટને કારણે દોષી ઠેરવવામાં આવ્યો હતો.
પ્રથમ વખત સ્લોઓવર રેટના દોષી ઠરવા પર કેપ્ટનને 12 લાખનો દંડ ફટકારવામાં આવે છે.
બીજી વખત કેપ્ટન પર 24 લાખ રૂપિયા અને ટીમના બીજા ખેલાડીઓને પણ દંડ ફટકારવામાં આવે છે. ત્રીજી વખત કેપ્ટનને 30 લાખ રૂપિયા અને ખેલાડીઓને દંડ ફટકારવામાં આવે છે.
ત્રીજી વખત દંડ લાગવા પર કેપ્ટન પર એક મેચનો પ્રતિબંધ મુકવામાં આવે છે. હાર્દિકના નેતૃત્ત્વમાં IPL 2024 સીઝનમાં 3 વખત થયું છે.
IPL 2025 માટે મુંબઇએ જસપ્રિત બુમરાહ (18 કરોડ), હાર્દિક પંડ્યા (16.35 કરોડ), સૂર્યકુમાર યાદવ (16.35 કરોડ), રોહિત શર્મા (16.30 કરોડ), તિલક વર્મા (8 કરોડ)ને રિટેન કર્યા છે.
મુંબઇ ઇન્ડિયન્સે રોહિત શર્માની કેપ્ટન્સીમાં પાંચ વખત IPLનો ખિતાબ જીત્યો છે. (2013,2015,2017,2019 અને 2020માં જીત્યો હતો)