હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિકએ છૂટાછેડાની અફવા કન્ફર્મ કરી છે. જોકે, હજુ સુધી કપલે કયા કારણોસર ડિવોર્સ લીધા તેને લઈને કોઈ અપડેટ સામે આવી નથી.

નતાશા અને હાર્દિક પહેલી વખત 2018માં મળ્યા અને ત્યારબાદ પંડ્યાએ જાન્યુઆરી 2020માં તેને પ્રપોઝ કર્યું અને સગાઈ કરી લીધી. બંનેએ જુલાઈ 2020માં લગ્ન કર્યા. પછી તેમને ત્યાં દીકરા અગસ્ત્યનો જન્મ થયો.

જોકે, હાર્દિકના જીવનમાં આવનારી નતાશા પહેલી યુવતી ન હતી. આ પહેલા હાર્દિકનું નામ અનેક એક્ટ્રેસ સાથે જોડાઈ ચૂક્યું છે. ચાલો જાણીએ નતાશા પહેલા કઈ-કઈ એક્ટ્રેસને ડેટ કરી ચૂક્યો છે આ સ્ટાર ક્રિકેટર.

સૌથી પહેલા હાર્દિકનું નામ મોડલ લીશા શર્મા સાથે જોડાયું. તેમના અફેરના સમાચાર સામાન્ય હતા. પરંતુ વર્ષ 2017માં બંને કરિયર પર ફોકસ કરવા માટે અલગ થઈ ગયા.

હાર્દિક પંડ્યા અને એલીના અફેરના સમાચાર પણ સામાન્ય હતા. જ્યારે એલીએ હાર્દિકના ભાઈ કુણાલના લગ્નમાં હાજરી આપી ત્યારે આ અફવાઓ વધુ તેજ બની હતી. ત્યારબાદ વર્ષ 2018માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું.

આ યાદીમાં 'જન્નત' અભિનેત્રી એશા ગુપ્તા પણ સામેલ છે. ગોસિપ્સ મુજબ બંને રિલેશનશિપમાં હતા પરંતુ આ રિલેશનશિપ ઓફિશિયલ બનતા પહેલા જ તૂટી ગઈ. જોકે, ઈશા અને હાર્દિક બંનેએ આ અફેર અંગે ક્યારેય પ્રતિક્રિયા આપી નથી.

તમે ઉર્વશી રૌતેલા અને ઋષભ પંત વિશે સાંભળ્યું હશે, પરંતુ એક સમય એવો હતો જ્યારે એક્ટ્રેસનું નામ હાર્દિક સાથે જોડાતું હતું. બંને ઘણી વખત સાથે જોવા મળતા હતા. જોકે, બંનેએ આ સંબંધને મિત્રતા ગણાવી હતી.

સપ્ટેમ્બર 2017માં પરિણીતી અને હાર્દિક વચ્ચે અફેરની ચર્ચાઓ શરૂ થઈ. પરિણીતીએ ટ્વિટર પર એક ફોટો પોસ્ટ કર્યો હતો. જેના કેપ્શનમાં તેણે પ્રેમનો સંકેત આપ્યો હતો. જ્યાં પંડ્યાએ પણ જવાબ આપ્યો. પરંતુ બાદમાં પરિણીતીએ સ્પષ્ટતા કરી કે, ટ્વિટર પર તેમની વાતચીત માત્ર ફોનના પ્રમોશનને કારણે થઈ હતી.

શિબાની દાંડેકર અને ફરહાન અખ્તર આજે પતિ-પત્ની છે, પરંતુ એક સમયે શિબાની અને પંડ્યા વચ્ચે કંઈક ચાલી રહ્યું હોવાની અફવાઓ ફેલાઈ હતી પરંતુ ક્રિકેટર અને અભિનેત્રીએ તેને અફવા ગણાવી હતી.