એશિયા કપ પહેલા હાર્દિક પંડ્યાએ બદલાવ્યો લુક, ફોટો શેર કરી લખ્યું- 'New Me'
સોર્સ : Instagram
ટીમ ઈન્ડિયા એશિયા કપ 2025માં ભાગ લેવા માટે દુબઈ પહોંચી ગઈ છે. ભારતીય ટીમની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAE સામે છે. આ પહેલા ટીમ દુબઈમાં પ્રેક્ટિસ કરશે.
સોર્સ : Google
આ દરમિયાન ટીમ ઈન્ડિયાનો ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા એક અલગ જ અંદાજમાં જોવા મળ્યો હતો. હાર્દિક પંડ્યા IPL 2025થી મેદાનથી દૂર છે. હવે તે એશિયા કપમાં રમવા માટે ઉત્સુક હશે.
સોર્સ : Google
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ એશિયા કપ પહેલા પોતાનો લુક બદલ્યો છે.
સોર્સ : Instagram
તેણે તેના ઇન્સ્ટાગ્રામ પેજ પર તેના નવા લુકના ફોટો પોસ્ટ કર્યા છે. આ સાથે તેણે કેપ્શન લખ્યું છે- "New Me".
સોર્સ : Instagram
હાર્દિક પંડ્યાએ હેર કરાવીને સેંડી બ્લોન્ડ કલરના કરાવ્યા છે. તેની હેરસ્ટાઈલ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની રહી છે.
સોર્સ : Instagram
ફેન્સ આ હેરસ્ટાઈલની સરખામણી ઈંગ્લેન્ડની ટેસ્ટ ટીમના કેપ્ટન બેન સ્ટોક્સ અને વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ ક્રિકેટર નિકોલસ પૂરન સાથે પણ કરી રહ્યા છે.
સોર્સ : Instagram
હાર્દિક પંડ્યાએ છેલ્લે ચેમ્પિયન્સ ટ્રોફી 2025માં આંતરરાષ્ટ્રીય મેચ રમી હતી. ત્યારથી તે કોઈ આંતરરાષ્ટ્રીય મેચ નથી રમ્યો. હવે જ્યારે તે 9 સપ્ટેમ્બરે UAE સામે મેદાનમાં ઉતરશે, ત્યારે ટીમ તેની પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખશે.
સોર્સ : Instagram
ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ 114 T20I મેચ રમી છે. આમાં તેણે 27.87ની એવરેજથી 1812 રન બનાવ્યા છે. આ દરમિયાન હાર્દિકે 5 અડધી સદી ફટકારી છે. આ ઉપરાંત, તેણે 94 વિકેટ પણ લીધી છે.