T20 વર્લ્ડકપ 2024માં અફઘાનિસ્તાને સુપર-8 ગ્રુપના મેચમાં બાંગ્લાદેશને 8 રનથી હરાવીને સેમિ ફાઈનલમાં સ્થાન મેળવી લીધું છે. કિંગ્સટાઉનના આર્નોસ વેલ ગ્રાઉન્ડ સ્ટેડિયમમાં આ મેચ રમાઈ હતી.

ગુલબદીન નાયબને મેચમાં આવેલી ક્રેમ્પ ચર્ચામાં રહી હતી. તેનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે અને તેને લઈને અફઘાનિસ્તાન પર ચીટિંગના આરોપ પણ લાગી રહ્યા છે.

બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં અફઘાનિસ્તાન ટીમના ખેલાડી ગુલબદિન નાયબ અચાનક પડી ગયો હ્તો. આ ઘટના પર વિવાદ થયો હતો અને અનેક સવાલો ઉઠયા હતા.

ભારતીય ક્રિકેટર આર. અશ્વિને એક પોસ્ટ કરી હતી, જેમાં તે ગુલબદીન નાયબને રેડ કાર્ડ દેખાડતો જોવા મળી રહ્યો છે. નાયબે હસતું ઇમોજી બનાવી પોસ્ટમાં લખ્યું, કભી ખુશી કભી ગમ, હેમસ્ટ્રિંગ.

મેચ દરમિયાન ઇનિંગ્સની 12મી ઓવરના ચોથા બોલ પછી નાયબ મેદાન પર પડી ગયો હતો. આ ઘટના જોઈને અફઘાનિસ્તાન ટીમના કેપ્ટન રાશિદ ખાન પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો.

રાશિદ ખાને હસતાં હસતાં કહ્યું, 'ગુલબદિનને પગમાં ક્રેમ્પ આવી ગઈ છે, આશા છે કે તે ઠીક થઈ જશે.

એવું કહેવાય રહ્યું છે કે, ગુલબદિન જાણી જોઈને પડી ગયો હતો. ઘણા દિગ્ગજ ક્રિકેટરો અને કોમેન્ટેટર્સે પણ આ ઘટના પર સવાલ ઊઠાવી રહ્યા છે. ઘણાએ ગુલબદીનની મજાક પણ ઉડાવી હતી.