મેટ ગાલામાં ગુજરાતી મહિલાના બટરફ્લાય લુકે જમાવ્યું આકર્ષણ
મેટ ગાલા ખાતે મોશન બટરફ્લાય ગાઉન પહેરી લોકોના દિલ જીતનાર મોના પટેલ ગુજરાતના વડોદરાની છે.
મોના પટેલ પોતાનું સપનું સાકાર કરવા માટે અમેરિકા ભણવા ગઈ હતી. ત્યાંથી ધંધો શરૂ કર્યો.
હવે તે ત્યાં ઘણા બિઝનેસ ચલાવી રહી છે અને લાખો ડોલરની માલિક છે. તે એક ભારતીય ફેશન ઉદ્યોગસાહસિક, ઇન્વેસ્ટર અને ફિલાન્થ્રોપિસ્ટ છે.
મોના પટેલે આ વર્ષે મેટ ગાલામાં ડેબ્યૂ કર્યું હતું અને તેના ડ્રેસથી બધાને મંત્રમુગ્ધ કર્યા હતા, તેણીનો ડ્રેસ ‘ધ ગાર્ડન ઓફ ટાઈમ’ મેટ ગાલાની થીમને અનુરૂપ હતો.
'મિકેનિકલ બટરફ્લાય' ગાઉનમાં આગળની બાજુએ સ્લિટ ડિઝાઇન છે. તેમાં જટિલ મિકેનિક્સ ફીચર સાથે સિક્વન્સ વર્ક દર્શાવવામાં આવ્યું હતું.
મોનાના ડ્રેસની ખાસ વાત એ હતી કે તેની સ્લીવ્ઝ પર મૂકેલા પતંગિયા ફરતા હતા. ડ્રેસની પાછળ એક મશીન જોડાયેલ હતું જે બટરફ્લાયને ગતિ આપી રહ્યા હતા.
તેણે મિનિમલ મેકઅપ સાથે ડ્રોપ ડાયમંડ ઇયરિંગ્સ અને ડાયમંડ રિંગ કેરી કર્યા હતા. ડ્રેસ સાથે મેચ થતી હીલ્સ પહેરી હતી.
બોડી ફિટ ડ્રેસમાં મોના તેના કર્વી ફિગરને ફ્લોન્ટ કરી રહી હતી.