IPL 2024માં 10 ટીમ ભાગ લઇ રહી છે જેમાં મોટાભાગની ટીમમાં ગુજરાતી ખેલાડી રમી રહ્યાં છે. એક ગુજરાતી ખેલાડી હાર્દિક પંડ્યા તો મુંબઇ ઇન્ડિયન્સનો કેપ્ટન પણ છે.
જસપ્રીત બુમરાહ મુંબઇ ઇન્ડિયન્સનો ભાગ છે. બુમરાહ મૂળ અમદાવાદનો છે અને ગુજરાત તરફથી રણજી ટ્રોફીમાં રમે છે.
નવાગામ ઘેડ (જામનગર)નો રવિન્દ્ર જાડેજા ચેન્નાઇ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે. રવિન્દ્ર જાડેજાએ IPLમાં 156 વિકેટ ઝડપી છે.
મૂળ નડિયાદમાં જન્મેલો અને ગુજરાતની ટીમ તરફથી ઘરેલુ ક્રિકેટ રમતો અક્ષર પટેલ દિલ્હી કેપિટલ્સ ટીમ તરફથી રમી રહ્યો છે.
કૃણાલ પંડ્યાની સાથે પ્રેરક માંકડ પણ લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે. ઓલ રાઉન્ડર પ્રેરક માંકડ સૌરાષ્ટ્ર તરફથી રણજી ટ્રોફીમાં રમે છે.
હર્ષલ પટેલ પંજાબ કિંગ્સ તરફથી રમે છે. હર્ષલ પટેલનો જન્મ સાણંદમાં થયો હતો.
ચેતન સાકરિયા IPLમાં કોલકાતા નાઇટ રાઇડર્સનો ભાગ છે. ચેતન સાકરિયા ટૂર્નામેન્ટમાં 20 વિકેટ ઝડપી ચુક્યો છે.
જયદેવ ઉનડકટ સનરાઇઝર્સ હૈદરાબાદનો ભાગ છે. જયદેવ ઉનડકટ સૌરાષ્ટ્ર તરફથી ઘરેલુ ક્રિકેટ રમે છે.
કૃણાલ પંડ્યા લખનૌ સુપર જાયન્ટ્સનો ભાગ છે. કૃણાલ પંડ્યાએ આ સિઝનમાં 5 મેચમાં 3 વિકેટ ઝડપી છે જ્યારે ટૂર્નામેન્ટમાં 73 વિકેટ ઝડપી છે.