બિગ બોસ ઓટીટી 3ને ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે સ્પર્ધકોના નામ પણ રિવીલ થઈ ગયા છે પરંતુ આજે અમે તમને ઘરના અંદરની તસવીરો બતાવવા જઈ રહ્યા છીએ.

આ વખતે ઘરની થીમ ફેન્ટસી અને મેજિકલ રાખવામાં આવી છે. મેકર્સે કહ્યું કે બિગ બોસ હાઉસ તમને મિસ્ટ્રીવાળી જર્ની ચોક્કસ બતાવશે. તેને ઓમંદ કુમારે ડિઝાઇન કર્યું છે.

ઘરની એન્ટ્રી પાસે જ બે પહેરેદારો તૈનાત કરવામાં આવ્યા છે, જે કોઈ તિલિસ્મી દુનિયાનો અનુભવ કરાવે છે.

બિગ બોસનો ઘોડો આ વખતે પણ મોજૂદ છે, પરંતુ તેની જગ્યા બદલી નાખવામાં આવી છે. હવે તે પુલની ઉપરથી ડોકિયું કરી રહ્યો છે.

ઘર કઈ રીતે તમારા મગજ પર પણ અસર કરે છે એ જોવા મળે છે. દીવાલોને રડતા-હસતા મુખોટા અને તસવીરોથી સજાવવામાં આવ્યું છે.

તેમજ બાથરૂમની ડિઝાઇનિંગ આ વખતે એકદમ જુદી રીતે કરવામાં આવી છે. ફ્લોરિંગમાં ચાવીની ડિઝાઇન બનાવવામાં આવી છે.

સાથે જ જો કન્ટેસ્ટન્ટના બેડરૂમને જોઈએ તો કોઈ ટાઇમ મશીન જેવું જાણવા મળે છે. બેડ્સને એકબીજાથી વિપરીત લગાવવામાં આવ્યા છે.

ઘરનું કિચન સૌથી મોટો મુદ્દો બને છે. અહીંનું ડેકોર કોઈ વિન્ટેજ વિન્યાર્ડ સી જેવું કરવામાં આવ્યું છે. બયીર બેરેલ પણ બનાવવામાં આવ્યા છે.

એક બેડ બધા રૂમ કરતા એકદમ અલગ લગાવવામાં આવ્યું છે, જ્યાં ક્વીન રૂમ જેવી સજાવટ કરવામાં આવી છે અને દીવાલો પર લખી છે એક વાત.

કન્ફેશન રૂમથી એક ભ્રામક અરીસો લગાવવામાં આવ્યો છે અને વચ્ચે તિલિસ્મી હાથ પણ રાખવામાં આવ્યો છે.

તેમજ લિવિંગ રૂમમાં કન્ટેસ્ટન્ટના બેસવા માટે મોટા સોફા ઉપર ડ્રેગન લગાવવામાં આવ્યો છે.

હવે જોવું રસપ્રદ રહેશે કે બિગ બોસના સેટ પર ક્રિએટ કરેલી આ જાદુઈ દુનિયા કન્ટેસ્ટન્ટ પર કેટલી અસર કરે છે.

સૌથી વધુ રસપ્રદ વાત એ છે કે આ વખતે શોને અનિલ કપૂર હોસ્ટ કરવાના છે. હવે આજથી જોઈશું કે શો કેટલો ઝક્કાસ હોય છે.