ટેસ્ટ ક્રિકેટને ક્રિકેટનું સૌથી મુશ્કેલ અને પ્રતિષ્ઠિત ફોર્મેટ માનવામાં આવે છે. આ ફોર્મેટમાં બેવડી સદી ફટકારવી એ ખેલાડીની રમતની ટેકનિકનો પુરાવો છે. ઘણા મહાન બેટ્સમેનોએ આ સિદ્ધિ હાંસલ કરી છે.

સોર્સ : GOOGLE

ટેસ્ટ ક્રિકેટના દિગ્ગજ ડોન બ્રેડમેન માત્ર 52 ટેસ્ટ મેચમાં 12 બેવડી સદી ફટકારી છે. તેમની કારકિર્દીની સરેરાશ 99.94 હતી, જે હજુ પણ એક મોટી સિદ્ધિ છે. બ્રેડમેને 80 ઇનિંગમાં 6996 રન બનાવ્યા હતા અને તેમનો સર્વોચ્ચ સ્કોર 334 હતો.

સોર્સ : GOOGLE

શ્રીલંકાના ભૂતપૂર્વ કેપ્ટન બેટ્સમેન કુમાર સંગાકારાએ 134 ટેસ્ટ મેચમાં 11 બેવડી સદી ફટકારી છે. તેમણે 233 ઇનિંગ્સમાં 12400 રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 319 રન હતો.

સોર્સ : GOOGLE

ક્રિકેટ ઇતિહાસના સૌથી સ્ટાઇલિશ બેટ્સમેનોમાંના એક બ્રાયન લારાએ 131 ટેસ્ટમાં 9 બેવડી સદી ફટકારી છે. તેમનો સર્વોચ્ચ સ્કોર 400 અણનમ છે, જે અત્યાર સુધીનો ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વ્યક્તિગત સ્કોર પણ છે.

સોર્સ : GOOGLE

ઇંગ્લેન્ડના દિગ્ગજ બેટ્સમેન વોલી હેમન્ડે 85 ટેસ્ટ મેચમાં 7 બેવડી સદી ફટકારી છે. તેમણે પોતાની કારકિર્દીની 140 ઇનિંગ્સમાં 7249 રન બનાવ્યા છે અને તેમનો સર્વોચ્ચ સ્કોર 336 અણનમ છે.

સોર્સ : GOOGLE

ભારતીય ટીમના સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલીનો પણ આ યાદીમાં સમાવેશ થાય છે. તેણે અત્યાર સુધીમાં 123 ટેસ્ટમાં 7 બેવડી સદી ફટકારી છે. કોહલીએ તેની કારકિર્દીની 210 ઇનિંગ્સમાં 9230 રન બનાવ્યા છે અને તેનો સર્વોચ્ચ સ્કોર 254 રન અણનમ છે.

સોર્સ : GOOGLE