ગોવિંદા PM મોદીને મળ્યા, હસતાં હસતાં કહ્યું-
બોલિવૂડનો 'હીરો નંબર 1' રહેલો ગોવિંદા હવે રાજકારણમાં જોડાઈ ગયો છે. શિવસેનામાં જોડાયા બાદ અભિનેતા મોટા રાજકીય હસ્તીઓને મળવામાં વ્યસ્ત છે.
હવે ગોવિંદા ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા છે. ઓફ-વ્હાઈટ આઉટફિટ અને ગળામાં શિવસેનાનો ખેસ પહેરેલ ગોવિંદા PM મોદી સાથે હાથ મિલાવી રહ્યો છે.
PM મોદીએ પણ સફેદ રંગનો પોશાક પહેર્યો છે. તેઓ હસતાં હસતાં ગોવિંદા સામે જોઈ રહ્યા છે. આ ફોટો આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર પોપ્યુલર થઈ ગયો.
ગોવિંદાએ અગાઉ ગૃહમંત્રી અમિત શાહ સાથેનો ફોટો પોસ્ટ કર્યો હતો. ગોવિંદાએ મોદી અને શાહ બંનેની મુલાકાતને પોતાનું સૌભાગ્ય ગણાવ્યું હતું.
કોંગ્રેસમાંથી સાંસદ રહેલા ગોવિંદા 28 માર્ચ 2024ના રોજ એકનાથ શિંદેની શિવસેનામાં જોડાયા હતા.
મીડિયા સાથે વાત કરતા ગોવિંદાએ PM મોદીના વખાણ કરી કહ્યું કે, 'મહારાષ્ટ્રમાં છેલ્લા બે વર્ષમાં અને દેશમાં છેલ્લા 10 વર્ષમાં જે કંઈ થયું તે પહેલાં ક્યારેય બન્યું ન હતું.'
ગોવિંદાએ આગળ કહ્યું, 'દરેક વ્યક્તિ તેનું નામ લેશે જે સારા છે, જે સાચા છે. દુનિયા મોદીનું નામ લઈ રહી છે. જો તમે પીએમ નરેન્દ્ર મોદીનું નામ નહીં લો તો દુનિયા તો લેશે જ.