ભારતના આ શહેરમાં ઓફિસ માટે ગુગલ ચૂકવશે 4 કરોડથી પણ વધુ ભાડું!

ગૂગલ દ્વારા મુંબઈમાં તેની ઓફિસ માટે ખૂબ જ મોટી રકમ ચૂકવવામાં આવી રહી છે. આ ઓફિસ મુંબઈના બાંદરા કુર્લા કોમ્પ્લેક્સમાં આવેલી છે.

આ ઓફિસ માટે ગૂગલ દ્વારા એક મહિનાનું 4.79 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. ગૂગલ ઈન્ડિયા અને ગૂગલ ક્લાઉડ ઈન્ડિયા દ્વારા ઓફિસનું લીઝ એગ્રીમેન્ટ રીન્યુ કરાવવામાં આવ્યું છે.

ગૂગલ ઈન્ડિયાની ઓફિસ 1,10,980 સ્ક્વેર ફૂટની છે અને તે બે માળમાં ફેલાયેલી છે. ગૂગલ ક્લાઉડ ઈન્ડિયાની ઓફિસ 38,678 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલી છે.

આ બંને ઓફિસ માટે ગૂગલ કુલ 4.79 કરોડ રૂપિયાનું ભાડું ચૂકવશે. સ્ક્વેર યાર્ડ્સ દ્વારા રીવ્યુ કરવામાં આવેલા ડોક્યુમેન્ટ અનુસાર ગૂગલ દ્વારા આ મહિને જ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું છે.

આ ઓફિસ ફર્સ્ટ ઈન્ટરનેશનલ ફાયનાન્સિયલ સેન્ટરમાં આવેલી છે. આ પ્રોપર્ટી 1.99 એકરમાં ફેલાયેલી છે અને તેમાં ઘણી ફાયનાન્સિયલ ઈન્સ્ટિટ્યૂટ, બેંક અને કોર્પોરેટ ઓફિસ આવેલ છે. તેમાંથી ગૂગલ પણ એક છે.

આ બિલ્ડિંગમાં ગૂગલ ઈન્ડિયા ઓફિસ માટે મહિનાનું 3.55 કરોડ રૂપિયા ભાડું ચૂકવશે. આ લીઝ આગામી પાંચ વર્ષ માટે કરવામાં આવી છે અને એની શરૂઆત જૂન 2025થી થશે. આ માટે ગૂગલ ઈન્ડિયા દ્વારા 9.64 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ મૂકવામાં આવી છે.

આ લીઝ એગ્રીમેન્ટમાં એક સ્ક્વેર ફૂટનું 320 રૂપિયા ભાડું છે અને તેમાં સ્ટેમ્પ ડ્યુટીના 1.87 કરોડ અને રજિસ્ટ્રેશન ચાર્જીસના 30, 000 રૂપિયાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

ગૂગલ ક્લાઉડ ઈન્ડિયાના અગ્રીમેન્ટ મુજબ તેના દ્વારા 1.24 કરોડ રૂપિયા ભાડું ચૂકવવામાં આવશે. આ ઓફિસ એક જ ફ્લોરની છે. ગૂગલ ઈન્ડિયાની જેમ આ ઓફિસનું ભાડું પણ એક સ્ક્વેર ફૂટ માટે 320 રૂપિયા છે. જોકે આ ભાડું ત્રણ વર્ષ બાદ પંદર ટકા વધશે.

ગૂગલ ક્લાઉડ ઈન્ડિયા દ્વારા 3.13 કરોડ રૂપિયાની સિક્યોરિટી ડિપોઝિટ પણ ભરવામાં આવી છે. જેમાં 66.92 લાખ રૂપિયા સ્ટેમ્પ ડ્યુટી અને 30,000 રૂપિયા રજિસ્ટ્રેશનના છે.

ગૂગલ ક્લાઉડ ઈન્ડિયા દ્વારા કંપનીની ક્લાઉડ કમ્પ્યુટિંગ સોલ્યુશન, ડેટા એનાલિટિક્સ અને બિઝનેસ માટેના આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સની સર્વિસને જોવામાં આવે છે. ગૂગલ ઈન્ડિયા દ્વારા ભારતમાં એડ્સ, સર્ચ એન્જિન અને દરેક ડિજિટલ ઈનિશિએટીવને હેન્ડલ કરવામાં આવે છે.