વધતા પ્રદૂષણ વચ્ચે ઘરે બેઠા ચેક કરો AQI, ગૂગલ મેપ્સ કરશે મદદ

બદલાતા હવામાન સાથે હવે ગુલાબી ઠંડી પાડવા લાગી છે સવારે ધુમ્મસ પણ જોવા મળે છે. આ ધુમ્મસ પ્રદૂષણથી ભરેલી હોય છે. જેના કારણે હવાની ગુણવત્તા વધુને વધુ ખરાબ થઈ રહી છે.

બગડતી હવાની ગુણવત્તાને જોઈને ગૂગલે એક ખાસ ફીચર બહાર પાડ્યું છે. ગૂગલ મેપ્સના આ ફીચરની મદદથી, તમે ઘરે બેઠા ફોન પર ગમે ત્યાંથી રિયલ ટાઈમ એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) ડેટા મેળવી શકો છો.

આ ફીચરની મદદથી તમે કોઈપણ જગ્યાએથી કોઈ ચોક્કસ જગ્યાની હવાની ગુણવત્તા વિશે માહિતી મેળવી શકો છો. આ ફીચર ભારત સહીત 100 દેશોમાં ઉપલબ્ધ છે.

આ ફીચર ખાસ મુસાફરો માટે ઉપયોગી થશે. જો તમે કોઈ નવી જગ્યાએ જઈ રહ્યા છો, તો તમે આ ફીચરમી મદદથી ત્યાંની હવાની ગુણવત્તા વિશે અગાઉથી જાણી શકો છો.

AQI ફીચર દ્વારા કોઈપણ સ્થાનનો ડેટા પ્રતિ કલાકના આધારે ટ્રેક કરી શકાય છે. ગૂગલ મેપ્સમાં દેખાતા AQI રીડિંગ્સને સમજવા માટે ખૂબ જ સરળ ફોર્મેટમાં ઉપલબ્ધ છે. યુઝર 0થી 500ની વચ્ચેના રેટિંગ સાથે AQI ચેક કરી શકે છે.

આ ફીચરને એક્સેસ કરવા માટે પહેલા ગૂગલ મેપ્સ પર જવું પડશે. આ પછી લેયર્સ આઈકોન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ એર ક્વોલિટી વિકલ્પ પસંદ કરો. આ પછી કોઈપણ વિસ્તારની AQI ચેક કરી શકાશે.

0થી 500ની વચ્ચે વિવિધ રંગો દ્વારા ચોક્કસ વિસ્તારના પ્રદૂષકોના આધારે અલગ-અલગ AQI લેવલ દર્શાવવામાં આવ્યું છે.

0-50: સારું (લીલો રંગ). 51-100: સંતોષકારક (હળવો લીલો રંગ). 101-200: મધ્યમ (પીળો રંગ). 201-300: ખરાબ (નારંગી રંગ). 301-400: ખૂબ જ નબળી (લાલ રંગ). 401-500: ગંભીર (ઘેરો લાલ રંગ).

ગૂગલ મેપ્સ ચેતવણી પણ આપશે કે AQI કેવી રીતે સંવેદનશીલ અને સામાન્ય વસ્તીને અસર કરી શકે છે. જ્યારે AQI ગંભીર હોય છે, ત્યારે તે લોકોને ઘરની અંદર રહેવાની સલાહ આપે છે.

0-100 (સારી/સંતોષકારક): તમામ પ્રવૃત્તિઓ માટે સલામત. 101-200 (મધ્યમ): લાંબા સમય સુધી બહાર ન નીકળવું. 201-500 (ખરાબ/ખૂબ ખરાબ/ગંભીર): બહાર જવાનું ટાળો અને ઘરની અંદર માસ્ક અથવા એર પ્યુરિફાયરનો ઉપયોગ કરો.