શિક્ષકોની ઘટને પૂરી કરશે ગૂગલ

ગૂગલ દ્વારા આ વર્ષની શરૂઆતમાં જ LearnLM AI મોડલ લોન્ચ કરવામાં આવ્યું હતું. આ મોડલ ફક્ત એજ્યુકેશન રિસર્ચ અને શીખવાની પદ્ધતિઓ પર ફોકસ કરે છે. આ ટૂલનું નામ 'લર્ન અબાઉટ' આપવામાં આવ્યું છે.

ગૂગલ દ્વારા તાજેતરમાં જ નવું AI ટૂલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ ટૂલ જેમિની અને ચેટજીપીટી કરતાં એકદમ અલગ રીતે કામ કરશે.

આ બન્ને AI ટૂલ છે અને બન્ને સવાલોના જવાબ આપે છે. જોકે, તેમાં એક તફાવત છે. જેમિની ઈન્ટરનેટ પર ઉપલબ્ધ માહિતીના આધારે જવાબ આપે છે.

આ ટૂલનો મુખ્ય ઉદ્દેશ લોકોને શિખવાડવાનો રહેશે. એટલે કે આ ટૂલ હવે ટીચરની કમીને પૂરી કરશે.

લર્ન અબાઉટ કોઈ વસ્તુ શીખવી રહ્યું હોય તે રીતે જવાબ આપે છે, તેમજ તે જ પ્રકારના ઈમેજ અને વિઝ્યુઅલનો ઉપયોગ કરે છે. આમ સવાલનો જવાબ આપવાની રીત એકદમ અલગ છે.

ગૂગલ દ્વારા આ ટૂલ એક પરિક્ષણ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું. ગૂગલનું એક ડિપાર્ટમેન્ટ છે, જે ફક્ત નવીન આઇડિયાઓ પર કામ કરે છે. આ ડિપાર્ટમેન્ટ દ્વારા લર્ન અબાઉટની શરૂઆત થઈ હતી. આ ટૂલ અન્ય ટૂલ કરતાં યુઝરને એ સવાલના જવાબમાં પરોવીને રાખે છે અને તેની માહિતીમાં ગળાડૂબ થઈ જાય તે વાતનું ધ્યાન રાખે છે.