બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ચોથી મેચની પ્રથમ ઈનિંગમાં નીતિશ કુમાર રેડ્ડીએ શાનદાર સદી ફટકારી હતી.
આ ટેસ્ટ સેન્ચુરી સાથે જ નીતીશ રેડ્ડીએ આખી દુનિયામાં ઓળખ બનાવી છે. હાલ સોશિયલ મીડિયા પર તેનો દબદબો છે.
દરેક જગ્યાએ નીતિશ રેડ્ડીની ચર્ચા થઈ રહી છે. નીતિશ રેડ્ડી IPLમાં પહેલીવાર મોટા મંચ પર જોવા મળ્યા હતા.
નીતિશ કુમાર રેડ્ડીને સનરાઇઝર્સ હૈદરાબાદે વર્ષ 2023માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. રેડ્ડીને SRHમાં સામેલ કરવામાં ટીમની માલિક કાવ્યા મારનની મોટી ભૂમિકા હોવાનું કહેવાય છે.
IPLમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તરફથી રમતી વખતે તેણે પોતાના પ્રદર્શનથી સિલેક્ટર્સને પ્રભાવિત કર્યા અને ભારતીય T20 ટીમમાં સ્થાન મેળવ્યું.
નીતિશ રેડ્ડીને વર્ષ 2024માં જ ભારતીય ટેસ્ટ ટીમમાં સામેલ થવાની તક મળી હતી.
નીતિશ કુમાર રેડ્ડીએ બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં અત્યાર સુધીમાં 294 રન બનાવ્યા છે. તે બોલિંગમાં પણ અસરકારક સાબિત થયો છે.
આ IPL સ્ટારે વર્ષ 2024માં બાંગ્લાદેશ સામે T20 ક્રિકેટમાં ડેબ્યુ કર્યું હતું અને હવે તે ઓસ્ટ્રેલિયાની ધરતી પર બોર્ડર ગાવસ્કર ટ્રોફીમાં કમાલ કરી રહ્યો છે.