શું તમે પણ સ્લો ઇન્ટરનેટ સ્પીડથી પરેશાન છો. એકદમ સહેલાઈથી તમે તમારા ફોનની ઈન્ટનેટ સ્પીડને બૂસ્ટ કરી શકો છો.

પરંતુ તેની માટે તમારે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. સૌથી પહેલા તમારે તમારા ફોનોમાં નેટવર્ક કેવું આવે છે તે જોવું પડશે.

જો ફોનમાં નેટવર્ક બરાબર છે અને સ્પીડ સ્લો છે તો તમે ફલાઇટ મોડ ચાલુ અને બંધ કરીને નેટવર્કને રિફ્રેશ કરી શકો છો.

તેનાથી ઇન્ટરનેટની સ્પીડ સુધરશે. તમે ઈચ્છો તો ફોનને એક વખત રિસ્ટાર્ટ પણ કરી શકો છો. તેનાથી પણ નેટવર્ક રિફ્રેશ થશે અને સ્પીડમાં પણ સુધારો થશે.

તદ્ઉપરાંત તમારે નિટવર્ક સેટિંગ કરવું પડશે અને Preferred Networkને ઓટો પર સેટ કરવું પડશે. તેનાથી ફોન પોતે જ સારા નેટવર્ક પર સ્વિચ થઇ જશે.

આ સિવાય તમે ફોનની Cache મેમરી પણ ક્લિયર કરી શકો છો. ઘણી વાર તકલીફ નેટવર્કની નથી હોતી પરંતુ ફોનની પણ હોઈ શકે છે.

જો તમારા ફોનમાં Cache મેમરી ભેગી થઇ જાય છે, તો તેના કારણે ફોનની સ્પીડ પણ સ્લો થઇ જાય છે. તેવામાં Cache ક્લિયર કરીને તમે તમારા ફોનની સ્પીડને બૂસ્ટ કરી શકો છો.