ઓસ્ટ્રેલિયાની રિસર્ચ ટીમે કરેલી શોધ મુજબ થૂંકનું ટેસ્ટ કરાવવાથી હવે હાર્ટ ફેઇલ થવા વિશે પહેલેથી ખબર પડી જશે.

સોર્સ : Google

આ રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હાર્ટ ફેઇલર થનાર વ્યક્તિમાં એક ચોક્કસ પ્રકારનું પ્રોટીન જોવા મળે છે.

સોર્સ : Google

આ પ્રોટીન જે પણ વ્યક્તિમાં તેની ચોક્કસ માત્રા કરતાં વધુ જોવા મળ્યું, તેમાં હાર્ટ ફેઇલ થવાના ચાન્સ વધી જાય છે.

સોર્સ : Google

આ ટેસ્ટમાં કોઈ ઇન્જેક્શન કે કોઈ પણ અન્ય વસ્તુની જરૂર નથી. ફક્ત કોઈ પણ વ્યક્તિની થૂંકને લઈને એનો ટેસ્ટ કરવાનો હોય છે.

સોર્સ : Google

હાલમાં થૂંકના ટેસ્ટ કરવા માટે લેબોરેટરીની જરૂર પડે છે. જોકે ભવિષ્યમાં એની પણ જરૂર નહીં પડે એવું બની શકે છે. આ ટેસ્ટ હાલમાં 81 ટકા ચોક્કસ રિઝલ્ટ આપે છે.

સોર્સ : Google

હાર્ટ ફેઇલ થવું એ દુનિયાની સૌથી મોટી સમસ્યાઓમાંથી એક છે. દુનિયામાં લગભગ 6.40 કરોડ લોકો હાર્ટને લગતી બીમારીથી પીડાઈ રહ્યા છે.

સોર્સ : Google