ગંભીરે KKR ટીમના માલિક શાહરૂખ ખાન સાથે આ મુદ્દે કોઈ પણ વાત નથી કરી. જ્યાં સુધી BCCI દ્વારા તેમને કોચ અંગે કોઈ સ્પષ્ટ વાત કહેવામાં ન આવે ત્યાં સુધી તેઓ KKRના માલિક સાથે કોઈ વાત નહીં કરે.

એક અહેવાલ પ્રમાણે ગંભીર કોચ માટે પોતાનું ફોર્મ ત્યારે જ સબમિટ કરશે જ્યારે BCCI એ સંકેત આપશે કે, તેને જ કોચ બનાવવામાં આવશે.

ગંભીરે 2011ના વર્લ્ડકપની ફાઈનલ મેચમાં શ્રીલંકા સામે વિજયમાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી.

IPL 2024માં ગંભીર KKRનો મેન્ટર છે અને તેણે ટીમને ફાઈનલમાં પહોંચાડી દીધી છે. તેની કેપ્ટનશિપમાં ટીમને બે વાર ચેમ્પિયન બનાવી છે.

ગૌતમ ગંભીર ભારતીય ટીમનો કોચ બનવા માટે તૈયાર છે પરંતુ તેના માટે તેણે BCCI સામે એક શરત મૂકી છે.

BCCIએ કોચ માટે અરજી કરવાની અંતિમ તારીખ 27 મે રાખી છે. રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 બાદ સમાપ્ત થઈ જશે.