IPL 2024માં વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર હવે ગૌતમ ગંભીરે પણ પોતાની પ્રતિક્રિયા આપી છે.

IPLની 17મી સિઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ઓપનર વિરાટ કોહલીની બેટિંગને લઈને ઘણી ચર્ચા થઈ રહી છે.

આ સિઝનમાં RCBના ઓપનર અને રન મશીન વિરાટે 500 રન બનાવીને ઓરેન્જ કેપ જાળવી રાખી છે.

પરંતુ કોહલી તેની ધીમી બેટિંગ અને સ્ટ્રાઈક રેટના કારણે ટીકાકારોના નિશાના પર છે.

પૂર્વ દિગ્ગજ ક્રિકેટર સુનીલ ગાવસ્કરે વિરાટના સ્ટ્રાઈક રેટ અને ધીમી બેટિંગ પર સવાલ ઉઠાવ્યા હતા.

હવે પૂર્વ ભારતીય ક્રિકેટર અને KKRના મેન્ટર ગૌતમ ગંભીરે પણ વિરાટ કોહલીના સ્ટ્રાઈક રેટ પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

મીડિયા સાથે વાત કરતા ગંભીરે કહ્યું, 'દરેક ખેલાડીની ક્ષમતા અને રમવાની સ્ટાઈલ અલગ હોય છે. ટીમને વિસ્ફોટક બેટર અને એન્કર બંનેની જરૂર હોય છે. બેટરના સ્ટ્રાઈક રેટ કરતા વિજય વધુ મહત્ત્વનો છે.'

ગંભીરે વધુમાં કહ્યું કે 'મેક્સવેલ જે કરી શકે છે તે કોહલી નથી કરી શકતો અને કોહલી જે કરી શકે છે તે મેક્સવેલ નથી કરી શકતો. આવી સ્થિતિમાં સ્કોડમાં અલગ-અલગ પ્રકારના બેટરો રાખવા પડે છે.'

જ્યારે તમે જીતો છો, ત્યારે 100નો સ્ટ્રાઈક રેટ પણ સારો લાગે છે. પરંતુ જ્યારે તમે 180નો સ્ટ્રાઈક રેટ હોવા છતાં હારી જાવ છો, ત્યારે કોઈ આ વિશે ચર્ચા પણ કરતું નથી.