બાળપણનું સપનું પૂરું કરી એર હોસ્ટેસ બની, પ્લેન ક્રેશમાં ગુમાવ્યો જીવ

રોશની સોંઘરે મહારાષ્ટ્રની રહેવાસી હતી. એર હોસ્ટેસ બનવું એ તેનું બાળપણનું સપનું હતું. સપનું પૂરું તો થયું પણ દર્દનાક સાબિત થયું. રોશની સોંઘરે એ અમદાવાદમાં વિમાન દુર્ઘટનામાં જીવ ગુમાવ્યો છે

રોશની સોંઘરેના પિતા ટેકનિશિયન છે, પરંતુ પુત્રીના સપનાઓને પાંખો આપવામાં કોઈ કસર છોડી નહીં.

બે વર્ષ પહેલાં રોશની સોંઘરે એર હોસ્ટેસ બની અને Spicejetમાં બે વર્ષ કામ કર્યા પછી, Air Indiaમાં જોડાઈ હતી

આ દુર્ઘટનાના બે દિવસ પહેલા રોશની વતન ગઈ હતી. ત્યાં પરિવાર સાથે ગામના મંદિરમાં કુળદેવતાના દર્શન કર્યા હતા.

રોશનીના ઇન્સ્ટાગ્રામ પર લગભગ 54 હજાર ફોલોઅર્સ છે. તેણે તેના ઇન્સ્ટા હેન્ડલ પર 'Sky loves her' લખેલું છે

રોશનીના પિતા રાજેન્દ્ર સોંઘરેના જણાવ્યાનુસાર, Air India તરફથી કોઈ સત્તાવાર ફોન આવ્યો નથી. જો કે, Air Indiaના કેટલાક સાથીદારો રોશનીના પરિવાર સાથે અમદાવાદમાં છે.

મહારાષ્ટ્ર ભાજપના કાર્યકારી પ્રમુખ રવિન્દ્ર ચૌહાણે રોશની સોંઘરેના મૃત્યુની માહિતી આપી હતી