ભાગેડુ વિજય માલ્યાના દીકરા સિદ્ધાર્થે ગર્લફ્રેન્ડ જસ્મિન સાથે કર્યા લગ્ન
વિજય માલ્યાના પુત્ર સિદ્ધાર્થ માલ્યાએ લંડનમાં તેની ગર્લફ્રેન્ડ જાસ્મિન સાથે લંડનમાં લગ્ન કર્યા હતા.
આ કપલે લગ્નની તસવીરો શેર કરીને તેમના ફેન્સને ચોંકાવી દીધા છે. આ કપલના લગ્નનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે
કપલ સફેદ વેડિંગ આઉટફિટમાં જોવા મળી રહ્યું છે. જાસ્મિન સફેદ ગાઉનમાં જોવા મળી રહી છે. જયારે સિદ્ધાર્થ બ્લેક એન્ડ વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહ્યો છે.
આ ફોટામાં કપલ તેમના લગ્નની વીંટી ફ્લોન્ટ કરતા જોવા મળે છે. તેના કેપ્શનમાં લખ્યું છે- કાયમ. સિદ્ધાર્થે વર્ષ 2023માં જાસ્મિનને પ્રપોઝ કર્યું હતું.
નવેમ્બર 2023માં બંને એ સગાઈ કરી હોવાની જાહેરાત કરી હતી
સિદ્ધાર્થ માલ્યાનું નામ બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ સાથે પણ જોડાયું હતું. આ કપલે વર્ષો પહેલા એકબીજાને ડેટ કર્યા હતા. બંનેના ફોટા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જોકે, આ સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં.
સિદ્ધાર્થનું નામ અભિનેત્રી અનુષ્કા શર્મા સાથે પણ જોડવામાં આવ્યું હતું, પરંતુ સિદ્ધાર્થે પોતે આ સમાચારોને અફવા ગણાવી