આમિર ખાન પાસે મર્સિડિઝ બેન્ઝ મેબેક એસ-600 કાર છે. આ સિવાય મર્સિડિઝ બેન્ઝ એસ 600 છે, જેની કિંમત 2.5 કરોડ રૂપિયા છે અને તેમાં ફાયર અને સિક્યોરિટી એલાર્મ સિસ્ટમ પણ છે, જે તેને વધુ સિક્યોર્ડ બનાવે છે. આ ગાડીની સ્પીડ કલાકની 250 કિ.મી. જેટલી છે.
અજય દેવગણ પાસે તેની સૌથી મોંઘી કાર રોલ્સ રોયસ કુલિનન છે, જેની કિંમત લગભગ રૂ. 7 કરોડથી વધુ છે. આ સિવાય અજય પાસે મસરેટી, મર્સિડિઝ બેન્ઝ એસ ક્લાસ અને રેન્જ રોવર વોગ જેવી મોંઘી કાર પણ છે.
અમિતાભ બચ્ચન પાસે મર્સિડિઝ બેન્ઝ અને રોલ્સ રોયસ કાર છે. આ સિવાય મર્સિડિઝ બેન્ઝ 'SL 500', મિની કુપર એસ, રેન્જ રોવર, બેન્ટલે કોન્ટિનેન્ટલ જીટી, બેન્ટલે એરેન્જ આર અને પોર્શ કેમૈન એસ જેવી રોયલ કાર છે.
હ્રિતિક રોશન પાસે રોલ્સ રોયસ ઘોસ્ટ સીરિઝ-2 કાર છે. આ સિવાય હ્રિતિકના કાર કલેક્શનમાં ફેરારી 360 મોડેના, એસ્ટન માર્ટિન રેપિડ એસ પણ સામેલ છે.
કાર્તિક આર્યન પાસે કરોડોની કિંમતની કાર છે, પણ આ બધામાં કાર્તિક આર્યને તાજેતરમાં જ ભારતમાં પહેલી મેકલારેન જીટી કાર ખરીદી છે, જેની કિંમત રૂ. 3.73 કરોડ છે.
શાહરૂખ ખાનને રોલ્સ રોયસ કાર ખૂબ પસંદ છે. તેની પાસે બુગાતી વેરોન કાર છે, જેની કિંમત રૂ. 12 કરોડ છે. શાહરૂખ પાસે મર્સિડિઝ, BMW અને ઓડી જેવી લક્ઝરી કાર પણ છે.