સામાન્ય લોકોની જેમ બોલિવૂડ સ્ટાર્સ પણ દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે. મુસ્લિમ હોવા છતાં બોલીવૂડ સ્ટાર્સ આ તહેવારને ધામધૂમથી ઉજવે છે.

સલમાન ખાને અગાઉ પોતાના ઘરે ભવ્ય દિવાળી પાર્ટીનું આયોજન કર્યું હતું. જેમાં ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા સ્ટાર્સ સામેલ થતા હોય છે.

બોલિવૂડના ભાઈજાન સલમાન ખાન ભલે મુસ્લિમ હોય, પરંતુ દરેક હિંદુની જેમ તે પણ દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવે છે.

બોલિવૂડના નવાબ સૈફ અલી ખાન પણ તેની પત્ની કરીના કપૂર સાથે દિવાળીનો તહેવાર ઉજવે છે. આ દિવસે તેમના ઘરને ખૂબ જ સુંદર રીતે શણગારવામાં આવે છે.

સૈફ અલી ખાનની બહેન અને અભિનેત્રી સોહા અલીખાન તેના ભાઈ અને ભાભી સાથે દિવાળી પાર્ટી કરે છે

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ કહેવાતા આમિર ખાન પણ દર વર્ષે દિવાળીનો તહેવાર ધામધૂમથી ઉજવતા જોવા મળે છે.

સૈફ અલી ખાનની દીકરી સારા અલી ખાન ક્યારેક પોતાના પિતા સાથે તો ક્યારેક મિત્રો સાથે દિવાળી સેલિબ્રેટ કરતી જોવા મળે છે.

આ યાદીમાં પહેલું નામ બોલિવૂડના પઠાણ શાહરૂખ ખાનનું છે. શાહરૂખ દર વર્ષે દિવાળીનો તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવે છે.