સંજય લીલા ભણસાલીની વેબ સીરિઝ ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ 1 મેના રોજ નેટફ્લિક્સ પર રિલીઝ થવા જઈ રહી છે.

આ વેબ સીરિઝની રિલીઝ પહેલા એક સ્પેશિયલ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભણસાલીની સીરિઝ ‘હીરામંડી’ની સ્પેશિયલ સ્ક્રીનિંગ 24 એપ્રિલે યોજાઈ હતી. જેમાં બોલિવૂડની અનેક ફેમસ સેલિબ્રિટીએ હાજરી આપી હતી.

હવે ‘હીરામંડીઃ ધ ડાયમંડ બજાર’ની સ્ક્રીનિંગની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

‘હીરામંડી’ની વાત કરીએ તો સીરિઝમાં સોનાક્ષી સિન્હા, મનીષા કોઈરાલા, રિચા ચઢ્ઢા, અદિતિ રાવ હૈદરી અને સંજિદા શેખ મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે.

બોલિવૂડની એવરગ્રીન એક્ટ્રેસ રેખા પણ ‘હીરામંડી’ના સ્ક્રીનિંગમાં આવી હતી.

અદિતિ રાવ હૈદરી, જે સીરિઝમાં બિબ્બો તરીકે જોવા મળશે, તે મંગેતર, અભિનેતા સિદ્ધાર્થ સાથે ઇવેન્ટમાં પહોંચી હતી.

આલિયાએ ભણસાલીની ‘ગંગુબાઈ કાઠિયાવાડી’માં કામ કર્યું છે. આ સ્ક્રીનિંગમાં તે સાસુમા નીતુ કપૂર અને મમ્મી સોની રાજદાન સાથે આવી હતી.

એક્ટ્રેસ અંકિતા લોખંડે તેના પતિ વિકી જૈન સાથે સ્ક્રીનિંગમાં આવી હતી.

આ સ્ક્રીનિંગમાં અનુપમ ખેર પણ હાજર રહ્યા હતા.

હીરામંડીના સ્પેશિયલ સ્ક્રીનિંગમાં મંદિરા બેદીએ પણ હાજરી આપી હતી. પિંક લહેંગા અને રેડ સિક્વન્સવાળા દુપટ્ટામાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી.

ટૂંક સમયમાં જ થનારી માતા રિચા ચઢ્ઢા પેપ્સ માટે પોઝ આપતાં જોવા મળી હતી. તે શોમાં રજ્જોનું પાત્ર ભજવી રહી છે.

‘હીરામંડી’ની સ્ક્રીનિંગમાં સલમાન ખાને પણ હાજરી આપી હતી. જ્યાં તે પેપ્સને પોઝ આપતો જોવા મળ્યો હતો. આ ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

દીકરા અધ્યાયન અને પત્ની અલકા સાથે શેખર સુમન. પિતા-પુત્રની જોડી આ સીરિઝનો એક ભાગ છે.

‘હીરામંડી’માં ફરીદાનનો રોલ કરી રહેલી સોનાક્ષી સિન્હા બ્લેક સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી.