સેલેબ્સ હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમે હાલમાં જ એક ઈન્ટરવ્યૂ આપ્યું હતું, જેમાં તેણે પોતાની ફીને લઈને વાત કરી છે.
આલિમનું કહેવું છે કે તેની ફી ખૂબ જ સામાન્ય છે, જેની શરૂઆત 1 લાખ રૂપિયાથી થાય છે. આ મિનિમમ છે.
આલિમ સોશિયલ મીડિયામાં ખૂબ એક્ટિવ છે અને મોટાભાગના તમામ સ્ટાર્સને લુક આપ્યા પછી તે તેની સાથે તસવીર શેર કરે છે.
આલિમ કહે છે કે સલમાન ખાન, સુનીલ શેટ્ટી, અજય દેવગણ 20 વર્ષ પહેલા તેના ક્લાઇન્ટ બન્યા હતા અને આજે પણ છે.
હેરસ્ટાઇલિસ્ટ આલિમ હકીમે રણવીર સિંહ, સલમાન ખાન, રામ ચરણ, વિરાટ કોહલીથી લઈને અનેક સેલેબ્સના હેર સ્ટાઇલ કર્યા છે.
આલિમ હકીમે વૉરમાં હ્રિતિક રોશન, એનિમલમાં રણબીર કૂપર, કબીર સિંહમાં શાહિદ અને સૈમ બહાદુરમાં વિકી કૌશલને પણ લુક આપ્યો હતો.
એનિમલ માટે તેણે જ રણબીર કૂપરને આ લુક આપ્યો હતો. વિરાટ કોહલીની લેટેસ્ટ હેરસ્ટાઇલ પણ આલિમ હકીમે જ કરી હતી.