દીપિકા પાદુકોણ હાલ પોતાની અપકમિંગ મૂવી ‘કલ્કિ 2898 AD’ની એક ઈવેન્ટમાં સ્પોટ થઈ હતી. આ ઈવેન્ટથી તેની પ્રેગ્નેન્સી ફોટોઝ વાયરલ થઈ રહી છે.
દીપિકા આ તસવીરોમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણે ખૂબ જ સુંદર બ્લેક ડ્રેસ પહેર્યો હતો જેમાં તેનું બેબી બમ્પ દેખાઈ રહ્યું હતું. હાલ તેને પ્રેગ્નેન્સીનો છઠ્ઠો મહિનો ચાલી રહ્યો છે.
દીપિકા સિવાય ઘણી બોલિવૂડ એક્ટ્રેસ એવી હતી જેની પ્રેગ્નેન્સી ફોટોઝ ખૂબ પસંદ કરવામાં આવી હતી.
આલિયા ભટ્ટ પ્રેગ્નેન્સી દરમિયાન સોન્ગ લોન્ચ ઈવેન્ટમાં બ્રાઉન કલરની બડી ફિટ ફૂલ સ્લીવ્સ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે તેણે ટૂ-ટોન હીલ્સ પેર કરી હતી.
કરીના કપૂર બીજી પ્રેગ્નેન્સી વખતે ફૂલ સ્લીવ્સ હાઇ-નેક પ્લેન ગ્રે બોડી હગિંગ મિડી ડ્રેસમાં જોવા મળી હતી. તેની સાથે તેણે ગોલ્ડન બકલવાળો ડિટેલ્ટ મેચિંગ બેન્ડ ટાઇપ બેલ્ટ લગાવ્યો હતો.
યામી ગૌતમ આર્ટિકલ 370ના ટ્રેલર લોન્ચ ઈવેન્ટમાં બેબી બમ્પ સાથે જોવા મળી હતી. તેણે રેડ કલરનો ડ્રેસ પહેર્યો હતો જેમાં ગોલ્ડન એમ્બ્રોઇડરી વર્ક કરેલું હતું.
સોનમ કપૂરે ઈન્સ્ટાગ્રામમાં બેબી બમ્પ ફ્લોન્ટ કર્યો હતો. જેમાં તેણે વ્હાઇટ સાટિન ડ્રેસ સાથે કંગન, નેકલેસ, ઈયરિંગ્સથી ખુદને સ્ટાઇલ કરી હતી.
બિપાસા બાસુએ ઈન્સ્ટાગ્રામ પર બેબી બમ્પ સાથે શૂટ કરાયેલા ફોટોઝ શેર કર્યા હતા. તેમાં તેણે બ્લેક કલરની ટ્રાન્સપરન્ટ ડ્રેસ પહેરી હતી.
અનુષ્કા શર્માએ સ્વિમિંગ કરતા પોતાનો બેબી બમ્પ સાથેનો ફોટો શેર કર્યો હતો જેમાં તે બ્લેક સ્વિમ સૂટમાં જોવા મળી હતી અને પૂલમાં પોઝ આપી રહી હતી.