મલાઈકા અરોરાના પિતા અનિલ મહેતાના અંતિમ સંસ્કાર 12મી સપ્ટેમ્બરે એટલે કે આજે સાંતાક્રુઝના હિંદુ સ્મશાનભૂમિમાં થયા હતા જ્યાં મલાઈકા તેના પિતાને અંતિમ વિદાય આપવા પહોંચી.

આ દરમિયાન મલાઈકા ઘણી ઈમોશનલ જોવા મળી હતી. જે બાદ તેનો દીકરો અરહાન તેની સંભાળ લેતો જોવા મળ્યો હતો.

આ દરમિયાન મલાઈકાની માતા જોયસ ખૂબ જ તૂટેલી દેખાતી હતી. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા.

અર્જુન કપૂર પણ તેના મુશ્કેલ સમયમાં મલાઈકા સાથે જોવા મળ્યો હતો. તે અભિનેત્રીના પિતાના અંતિમ સંસ્કાર માટે પણ પહોંચ્યો હતો.

મલાઈકાના પિતાના અંતિમ સંસ્કાર માટે ફેમસ કોરિયોગ્રાફર ટેરેન્સ લુઈસ પણ પહોંચ્યો હતો.

અભિનેત્રીના પિતાને અંતિમ વિદાય આપવા માટે કોરિયોગ્રાફર ગીતા કપૂર પણ સ્મશાન પહોંચી હતી.

અરબાઝ ખાન તેની પૂર્વ પત્નીના પિતાને અંતિમ વિદાય આપવા માટે પત્ની શુરા ખાન સાથે પહોંચ્યો હતો.

મલાઈકા અરોરાના પિતાના અંતિમ સંસ્કારમાં ગૌહર ખાને પણ હાજરી આપી હતી.

કરીના કપૂર પણ તેની બેસ્ટી મલાઈકાના પિતાના આકસ્મિક નિધનથી ખૂબ જ દુઃખી છે. કરીના પણ તેના બેસ્ટ ફ્રેન્ડના પિતાને વિદાય આપવા પહોંચી.

સૈફ અલી ખાન અને કરિશ્મા કપૂર મલાઈકાના પિતાના અંતિમ સંસ્કાર માટે સાથે પહોંચ્યા હતા.

અભિનેત્રી કિમ શર્મા પણ મલાઈકાના પિતાને વિદાય આપવા માટે સ્મશાનગૃહ પહોંચી હતી.

અરશદ વારસી પણ મલાઇકાના પિતાના અંતિમ સંસ્કારમાં સામેલ થયો હતો.

ઓરી પણ આ દુઃખમાં સામેલ થવા આવ્યો હતો.

કોરિયોગ્રાફર ફરહા ખાન અને ફિલ્મમેકર સાજિદ ખાન પણ આ દુઃખની ઘડીમાં સામેલ થવા પહોંચ્યા હતા.