સોશિયલ મીડિયા પર ક્યારે કયો ટ્રેન્ડ શરૂ થશે તે કોઈને ખબર નથી હોતી. આજકાલ મરાઠી ગીત “ગુલાબી સાડી” સોશિયલ મીડિયામાં ખૂબ ટ્રેન્ડ કરી રહ્યું છે.

જો તમે આ ટ્રેન્ડને પકડવાનું વિચારી રહ્યા હોવ તો બોલિવૂડ સેલેબ્સના આ લુક એકદમ પરફેક્ટ છે.

‘રોકી ઔર રાની કી પ્રેમ કહાની’માં આલિયાના ગુલાબી સાડી લુકનો યુવતીઓમાં ક્રેઝ જોવા મળ્યો હતો.

જાહ્નવીનો ગુલાબી સાડી લુક ચોક્કસપણે યંગ ગર્લ્સ માટે ફોલો કરવા જેવો છે.

પિંક સિક્વન્સ સાડીમાં કરીના પણ ખૂબ જ સુંદર લાગી રહી છે. કરીનાએ પિંક સાડી સાથે ડાયમંડ ઇયરિંગ્સ કેરી કર્યા છે.

પિંક બનારસી સાડી સાથે કરિશ્માનો આ ટ્રેડિશનલ લુક તમે કોઈ પણ પ્રસંગમાં ટ્રાય કરી શકો છો. તેણે તેની સાથે પર્લ ઈયરિંગ્સ પેર કર્યા છે.

કિયારા અડવાણીને આજે કોઈ ઓળખની જરૂર નથી. સિમ્પલ ગુલાબી સાડીમાં કિયારા ખૂબ સુંદર લાગી રહી છે.

બોર્ડરવાળી પિંક સાડી સાથે ક્રિતી સેનન ખૂબ જ સુંદર લાગી રહી છે. તેણે તેની સાથે ડિપ નેક બ્લાઉઝ પહેર્યું છે અને ગળામાં બોલ્ડ સ્ટેટમેન્ટ જ્વેલરી પેર કરી છે.

ધક ધક ગર્લ માધુરી દીક્ષિત મિરર વર્કવાળી પિંક સાડીમાં ખૂબ જ અલગ દેખાઈ રહી છે. તેણે તેની સાથે ગળામાં સિમ્પલ ચોકર પહેર્યું છે.

પિંક સિક્વન સાડીમાં એક્ટ્રેસ સાન્યા મલ્હોત્રાનો લુક પણ ખૂબ જ શાનદાર લાગી રહ્યો છે. એક્ટ્રેસે આ સાડીની સાથે હોટ પિંક બ્લાઉઝ કેરી કર્યું છે.