કયા લોકો માટે વટાણા ઝેર સમાન છે? ફટાફટ જાણી તો નહીં તો...
વટાણા આમ તો પોષક તત્વોનો ભંડાર છે, પરંતુ તેનું વધુ પડતું સેવન નુકસાનકારક છે. આટલું જ નહીં કેટલાક લોકોએ વટાણા ન ખાવા જોઈએ.
આજે એવા લોકો વિશે જણાવીશું જેમના શરીરમાં વટાણા ઝેરની જેમ કામ કરે છે.
જે લોકો ડાયાબિટીસ, કબજિયાત, પેટ સંબંધિત સમસ્યાઓ અને ગેસની સમસ્યાથી પીડિત હોય તેમણે વટાણા ન ખાવા જોઈએ.
આ સાથે જે લોકોને કિડનીની સમસ્યા હોય તેમણે વટાણા ખાતી વખતે સાવધાન રહેવું જોઈએ. વટાણામાં પ્યુરિન હોય છે, જે યુરિક એસિડમાં તૂટી જાય છે અને કિડનીમાં પથરીનું કારણ બની શકે છે.
વટાણામાં કાર્બોહાઇડ્રેટ અને સુગર હોય છે, જે સુગર લેવલ વધારી શકે છે. આવી સ્થિતિમાં તેને મર્યાદિત માત્રામાં જ ખાવું જોઈએ.
વટાણા વધારે ખાવાથી તમને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આનું સેવન કરવાથી પેટ ખરાબ થવાની શક્યતા વધી જાય છે.
લીલા વટાણામાં Phytic અને lectin મળી આવે છે, જે પેટનું ફૂલવું જેવી સમસ્યાનું કારણ બની શકે છે.
વધુ પડતા વટાણા ખાવાથી પણ પેટમાં દુખાવો અને સોજો આવે છે. જે લોકો કાચા વટાણા ખાવાનું પસંદ કરે છે તેઓએ આ વાતનું ધ્યાન રાખવું જોઈએ.