હાડકાંઓને અંદરથી નબળા બનાવે છે આ ખોરાક

સોર્સ : gstv

જેમ જેમ આપણી ઉંમર થાય છે તેમ તેમ આપણા શરીરના હાડકાં નબળા પડે છે. પણ આજકાલની લાઈફસ્ટાઈલના કારણે આપણા હાડકાં સમય કરતા પહેલા નબળા પડવા લાગ્યા છે.

સોર્સ : gstv

આજે અમે તમને એવી વસ્તુઓ વિશે જણાવશું જે આપણાં હાડકાં અંદરથી નબળા બનાવે છે. તો આવો આ વસ્તુઓ વિશે વિસ્તારથી જાણીએ જેથી તમને જાણકારી મળે અને તમે બીમાર ન રહો.

સોર્સ : gstv

જો તમે મીઠુ ખાવ છો, તો એવામાં તમારે સાવધાન થઈ જવાની જરૂર છે. વધારે મીઠુ હાડકાંને નબળા કરવાનું કામ કરે છે. કેમ કે આના કારણે યૂરિન વાટે કેલ્શિયમ પણ બહાર નીકળી જાય છે.

સોર્સ : gstv

જે લોકોને ખાવા સાથે કોલ્ડ ડ્રીંક પીવાની આદત હોય છે, એ લોકોએ સાવધાન થઈ જવાની જરૂર છે. કારણ તે આમાં ફોસ્ફરસ હોય છે અને ફોસ્ફરસથી તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ થઈ શકે છે.

સોર્સ : gstv

જો તમે ઈચ્છો છો કે તમારા શરીરમાં કેલ્શિયમની ઉણપ ન થાય તો તમારે ચા નું સેવન ઓછુ કરવુ જોઈએ.

સોર્સ : gstv

ડાયટમાં રિફાઈન્ડ કાર્બોહાઈડ્રેટથી જોડાયેલી વસ્તુઓ બની શકે એટલી ઓછી સામેલ કરવી જોઈએ.

સોર્સ : gstv

લીલા શાકભાજી આપણી હેલ્થ માટે સારા માનવામાં આવે છે. પણ જો તમે આને બરાબર રીતે ન ખાવ તો હાડકાં નબળા પડી શકે છે.

સોર્સ : gstv

મીઠાઈ, કેક, પેસ્ટ્રી જેવી ગળી વસ્તુઓનું સેવન તમારે પ્રમાણમાં કરવું જોઈએ. આવી ગળી વસ્તુઓનું સેવન વધારે પ્રમાણમાં કરવાથી હાડકાંઓની મજબૂતી ઓછી થવા લાગે છે.

સોર્સ : gstv