શિયાળામાં ફાટેલા હોઠથી છુટકારો મેળવવા ફોલો કરો આ ટિપ્સ
સોર્સ : Google
શિયાળામાં ઘણા લોકોને હોટ ફાટી જવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. જો તમને પણ આવી સમસ્યા થતી હોય તો, તેનાથી છુટકારો મેળવવા માટે કેટલીક ટિપ્સ ફોલો કરી શકો છો.
સોર્સ : Google
સૂતા પહેલા તમારા હોઠ પર થોડું ઘી લગાવો. તમને થોડા સમયમાં જ તેની અસર દેખાશે.
સોર્સ : Google
ફ્રેશ એલોવેરા જેલ કાઢીને તમારા હોઠ પર લગાવો અને તેને સૂકવવા દો. તેમાં એન્ટી-ઈફ્લેમેટરી ગુણધર્મો છે જે ડ્રાયનેસ અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
સોર્સ : Google
મધ લગાવવાથી પણ ફાટેલા હોઠથી છુટકારો મેળવવામાં મદદ મળી શકે છે. તમારા હોઠ પર મધ સીધું લગાવી શકો છો. મધ એક કુદરતી હાઈડ્રેટિંગ એજન્ટ છે અને તેમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણધર્મો પણ છે જે ફાટેલી ત્વચાને હીલ કરવામાં મદદ કરે છે.
સોર્સ : Google
ગ્રીન ટી બેગને હૂંફાળા પાણીમાં પલાળી રાખો અને તેને થોડીવાર માટે તમારા હોઠ પર રાખો. ગ્રીન ટીમાં એન્ટી-ઓકિસડન્ટ હોય છે જે હોઠને હીલ કરવામાં અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
સોર્સ : Google
સૂતા પહેલા તમારા હોઠ પર નાળિયેર તેલ લગાવો. તેમાં કુદરતી મોઇશ્ચરાઇઝિંગ ગુણધર્મો છે અને હોઠને મોઇશ્ચરાઇઝ કરે છે અને ફાટેલા હોઠને હીલ કરે છે.
સોર્સ : Google
એક ચમચી મધ અને એક ચમચી ખાંડ મિક્સ કરીને સ્ક્રબ બનાવો. તેને તમારા હોઠ પર 1 મિનિટ માટે હળવા હાથે ઘસો અને પછી તેને ધોઈ લો.
સોર્સ : Google
સૂતા પહેલા તમારા હોઠ પર બદામના તેલના થોડા ટીપાંથી મસાજ કરો. આ તમારા હોઠને નરમ બનાવશે.
સોર્સ : Google
કાકડીનો પાતળો ટુકડો તમારા હોઠ પર 2 મિનિટ માટે હળવેથી ઘસો અથવા તેનો રસ લગાવો. આનાથી તાત્કાલિક રાહત મળશે.
સોર્સ : Google
સૂતા પહેલા અથવા દિવસ દરમિયાન હોઠ પર પેટ્રોલિયમ જેલી લગાવો. આનાથી તમારા હોઠ નરમ થશે.
સોર્સ : Google
ખાસ નોંધ: આ સામાન્ય માહિતી છે, વ્યક્તિગત સલાહ નથી. કોઈપણ વસ્તુનો ઉપયોગ કરતા પહેલા નિષ્ણાતની સલાહ લો. કોઈપણ વસ્તુના ઉપયોગથી થતા નુકસાન માટે GSTV જવાબદાર રહેશે નહીં.