હાલ દેશમાં પ્રદૂષણનું પ્રમાણ વધતું જઈ રહ્યું છે અને હવાની ગુણવત્તા બગડી રહી છે, જેથી શ્વાસ લેવામાં મુશ્કેલી આવે છે. સ્વસ્થ રહેવા માટે માત્ર માસ્ક જ નહિં, પરંતુ સારી આદતો અપનાવવી પણ જરૂરી છે. તો આવો જાણીએ પ્રદૂષણથી બચવાના ઉપાયો.
સોર્સ : Gstv
પ્રદૂષણનું સ્તર સતત વધતું જઈ રહ્યું છે. એવામાં એર પોલ્યુશન માસ્ક કે N95 માસ્ક પહેરવું. આ ધૂળ, ધુમાડો અને પ્રદૂષિત હવાથી બચાવે છે.
સોર્સ : Gstv
ઘરની અંદરની હવા સાફ રાખવા માટે એર પ્યૂરીફાયરનો ઉપયોગ કરવો. આ ધૂળ અને બેક્ટેરિયાને ઘટાડે છે.
સોર્સ : Google
વધુ પ્રદૂષણવાળા દિવસે બહાર જવાનું ટાળવું. જો જવાનું જરૂરી હોય, તો માસ્ક જરૂર પહેરવું. આ પોલ્યુશનથી પ્રભાવિત થવાથી અટકાવવામાં મદદ કરે છે.
સોર્સ : Google
આજના સમયમાં પ્રદૂષણને કારણે હવા ખરાબ થઈ ગઈ છે. ઘર અને બાલ્કનીમાં લીલા છોડ પ્રદૂષણને ઘટાડવામાં મદદ કરે છે અને તાજી હવા આપે છે.
સોર્સ : Google
પ્રદૂષણથી શરીરમાં ટોક્સિન જમા થઈ શકે છે. પાણી પીવાથી તેને બહાર નિકાળવામાં મદદ મળે છે. રોજ 7થી 8 ગ્લાસ પાણી જરૂર પીવું.
સોર્સ : Google
ફળ, શાકભાજૂ, અને વિટામિન-સી યુક્ત વસ્તુ ખાવાથી ઈમ્યુનિટી મજબૂત બને છે અને પ્રદૂષણની અસર ઓછી થાય છે.
સોર્સ : Google
ધૂળ અને ધૂમાડો જમા ન થવા દેવો. આના નિયમિત સફાઈ અને વેંટિલેશનથી ઘરની હવા સાફ રહે છે.