સાક્ષી ધોની જેવા ફ્લોરલ પ્રિન્ટ ડ્રેસ આ ઉનાળામાં રાખશે Cool

ઉનાળામાં પહેરો ફ્લોરલ પ્રિન્ટનું સ્કર્ટ સાક્ષીની જેમ ક્યૂટ અને સ્ટાઇલઈશ લુક માટે વ્હાઇટ કે પછી અન્ય લાઈટ કલરના સ્ટેપવાળા ફ્લોરલ પ્રિન્ટ સ્કર્ટ પહેરી શકો છો.

યેલોફ્લોર પ્રિન્ટ ડ્રેસ જો તમે ડે આઉટ પર ફ્રેન્ડ્સ સાથે જઈ રહ્યાં છો, તો આ રીતે પફ સ્લીવ્સ લોન્ગ મીડી ડ્રેસ કેરી કરી શકો છો. જેમાં સાઇડ પૉકેટ આપ્યા છે અને તેમાં લાલ રંગના ફ્લાવર્સ છે.

ફ્લોરલ પ્રિન્ટ સાડી પેસ્ટલ શેડમાં ઓર્ગેંજા ફેબ્રિકમાં ફ્લોરલ પ્રિન્ટ્સ સાડી તમને પણ ખૂબ જ સરસ લુક આપી શકે છે. સાક્ષીની સાડીમાં લાલ રંગના ફૂલ અને લીલા રંગની પત્તીઓની ડિઝાઇન છે.

ક્રૉપ ટોપ અને સ્કર્ટ સાક્ષી ધોનીની જેમ તમે રેડ બેઝમાં બ્લુ અને પરપલ કલર ફ્લાવર વાળું ઓફ શોલ્ડર ક્રૉપ ટોપ સાથે સેમ મટેરિયલની લોન્ગ સ્કર્ટ કૅરી કરી બબલી લુક મેળવી શકો છો.

મિડી ડ્રેસ જો તમારે ફ્લોરલ પ્રિન્ટ સાથેનો શોર્ટ ડ્રેસ પહેરવો હોય તો ત્રણ લેયરમાં સફેદ બેઝમાં બ્રાઉન કલરના ફૂલોથી બનેલો આ પ્રકારનો ડ્રેસ પહેરો

મલ્ટી કલર ફ્લાવર ડિઝાઇન ડ્રેસ તમારી ગર્લ ગેંગ સાથેની પાર્ટી દરમિયાન, તમે બ્લેક બેઝમાં રંગીન ફૂલોથી બનેલું શોર્ટ ડ્રેસ પહેરીને સ્ટાઇલિશ દેખાવ મેળવી શકો છો.

ઓફ શોલ્ડર ડ્રેસ પીળા કલરના બેઝમાં પ્રિન્ટેડ ફૂલો સાથેનો આ ઓફ શોલ્ડર ડ્રેસ તમને ઉનાળામાં ખૂબ જ સ્ટાઇલિશ લુક આપશે. આ સાથે ખુલ્લા વાળમાં બેન્ડ અને સનગ્લાસ પહેરીને તમારો લુક કમ્પ્લીટ કરો.