IPL 2024માં ફ્લોપ રહ્યા આ ટોપ બોલરો
ફ્લોપ બોલરોમાં પહેલું નામ ભારતીય બોલર રવિચંદ્રન અશ્વિનનું છે. સ્પિન માસ્ટરે 6 મેચમાં માત્ર 1 જ વિકેટ લીધી છે.
ઓસ્ટ્રેલિયન સ્ટાર મિશેલ માર્શ પણ IPL 2024માં ફ્લોપ રહ્યો છે. તેના નામે 3 ઈનિંગ્સમાં માત્ર 1 વિકેટ છે.
ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસ બેટ અને બોલ બંનેથી ફ્લોપ રહ્યો છે. 3 ઈનિંગ્સમાં તેના નામે માત્ર 2 વિકેટ છે.
ભારતીય સ્ટાર હાર્દિક IPL 2024માં ખરાબ બોલિંગને કારણે પણ ચર્ચામાં છે. MI કેપ્ટને 5 ઈનિંગ્સમાં માત્ર 4 વિકેટ લીધી છે.
સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પણ IPL 2024માં બોલથી કંઈ ખાસ નથી કરી શક્યો. તેના નામે 7 ઈનિંગ્સમાં માત્ર 4 વિકેટ છે.
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમેરોન ગ્રીન પણ IPL 2024માં ફ્લોપ રહ્યો છે. તેને 6 ઈનિંગ્સમાં માત્ર 4 વિકેટ મળી છે.
ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ IPL 2024માં ફ્લોપ રહ્યો છે. તેને 7 ઈનિંગ્સમાં માત્ર 5 વિકેટ મળી છે.
IPL 2024નો સૌથી મોંઘો ખેલાડી પણ આ સિઝનમાં ફ્લોપ રહ્યો છે. મિશેલ સ્ટાર્કે 7 ઈનિંગ્સમાં 6 વિકેટ ઝડપી છે.
કેરેબિયન ફાસ્ટ બોલર અલઝારી જોસેફ પણ IPL 2024ના ફ્લોપ બોલરોની લિસ્ટમાં સામેલ છે. તેણે 3 ઈનિંગ્સમાં માત્ર 1 વિકેટ લીધી છે.
મહિલા T20 વર્લ્ડ કપ 2026માં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન
Anshula Kapoorની મહેંદી સેરેમનીના ઇનસાઈડ ફોટોઝ
ચોકલેટ ખાવાથી તમારા શરીરને મળશે આટલા પોષક તત્વો
એક T20I મેચમાં સૌથી વધુ રન આપનાર ભારતીય બોલર