રોહિત શર્માની કેપ્ટનશિપના 5 ડાઘ, જે ભૂલવા માંગશે હિટમેન

સોર્સ : Google

રોહિત શર્માને તાજેતરમાં ODI કેપ્ટનશિપમાંથી દૂર કરવામાં આવ્યો હતો. તેણે ટેસ્ટ અને T20I ક્રિકેટમાંથી પહેલેથી જ નિવૃત્તિની જાહેરાત કરી દીધી હતી. હવે તે ODI ક્રિકેટ જ રમશે

સોર્સ : Google

રોહિત શર્માએ કેપ્ટન તરીકે ભારતને ઘણી મહત્ત્વપૂર્ણ સિદ્ધિઓ અપાવી છે. તેણે ટીમ ઈન્ડિયાએ 2024માં T20 વર્લ્ડ કપ અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતાડી હતી.

સોર્સ : Google

રોહિત શર્માએ ભારતને 2 એશિયા કપ ટાઈટલ પણ જીતાડ્યા છે. તેણે 2018 અને 2023માં ભારતને ચેમ્પિયન બનાવ્યું હતું.

સોર્સ : Google

આટલી બધી સિદ્ધિઓ છતાં, રોહિત શર્માની કેપ્ટનશિપમાં કેટલાક ડાઘ છે જેને હિટમેન હંમેશા માટે ભૂલવા માંગશે.

સોર્સ : Google

ઓસ્ટ્રેલિયા સામેની WTC 2023ની ફાઈનલમાં, ટીમ ઈન્ડિયાને રોહિતની કેપ્ટનશિપમાં 209 રનથી હારનો સામનો કરવો પડ્યો. તે બંને ઈનિંગ્સમાં ફક્ત 58 રન બનાવી શક્યો હતો.

સોર્સ : Google

રોહિત શર્માએ કેપ્ટન તરીકે ભારતીય ધરતી પર સૌથી વધુ મેચ હારી છે. તેણે ઘરઆંગણે 5 ટેસ્ટ મેચ હારી છે. આમાં ન્યુઝીલેન્ડ સામે ક્લીન સ્વીપ અને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામેની હારનો સમાવેશ થાય છે.

સોર્સ : Google

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ, ભારત પહેલી વખત ટેસ્ટ ક્લીન સ્વીપ થયું હતું. અગાઉ, ટીમ ઈન્ડિયાએ ક્યારેય ઘરઆંગણે કોઈપણ ટીમ સામે ક્લીન સ્વીપનો સામનો નહતો કરવો પડ્યો. ન્યુઝીલેન્ડે 3 મેચની ટેસ્ટ સિરીઝમાં ભારતને 3-0થી હરાવ્યું હતું.

સોર્સ : Google

રોહિત શર્માની કેપ્ટનશિપ હેઠળ,ટીમ ઈન્ડિયાને તેની સૌથી મોટી ODI હાર મળી હતી. આ મેચ વિશાખાપટ્ટનમમાં રમાઈ હતી. પ્રથમ બેટિંગ કરતા, ટીમ ઈન્ડિયા માત્ર 117 રન બનાવી શકી હતી. ઓસ્ટ્રેલિયાએ આ ટાર્ગેટ 234 બોલ બાકી રહેતા ચેઝ કર્યો હતો. જે ભારતની સૌથી મોટી હાર હતી.

સોર્સ : Google

2024નું વર્ષ એ કેલેન્ડર વર્ષ હતું જેમાં રોહિતની કેપ્ટનશિપ હેઠળ ટીમ ઈન્ડિયાએ એક પણ ODI મેચ નહતી જીતી. આ વર્ષમાં, ટીમ ઈન્ડિયાએ શ્રીલંકા સામે 3 મેચની ODI સિરીઝ રમી હતી, જે શ્રીલંકાએ 2-0થી જીતી હતી.

સોર્સ : Google